આ ઉપરાંંત ભાવનગર જિલ્લાના રાજપરા સ્થિત પ્રખ્યાત મા ખોડિયાર મંદિરના દર્શન કરી આશિર્વાદ લેવામાં આવ્યા. ઉપરાંત સાંઢેડા મહાદેવ ના દર્શન અને ભાવનગરના થાબડી પેંડાનો લાભ લેવામાં આવ્યો.
MO-9974850755,7575806165 email: crc.pms.ghoghamba.paroli@gmail.com (01 feb. 2013 to 06 april 2017 Thereafter, deputation has been canceled.Representatives (as crc co ordinator) have been re-elected since 03.02.2018.) New appointment as CRC coordinator under the SAMAGRA SHIKSHA ABHIYAN from 28.06.2019, on deputation as coordinator crc paroli-18.10.2022(ghoghamba)
NEW UPDATE
સી.આર.સી. તરખંડાની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે
Wednesday, 18 September 2019
ઇનોવેશન ઇન એજયુકેશન KRP તાલીમ
"વર્ગખંડ શિક્ષણની નવી તરાહ" કે.આર.પી.તાલીમ વર્ગ સુરત
Saturday, 3 August 2019
SOFT MATERIAL CREATION WORKSHOP
TRAINING OF TEACHERS IN COMPUTER EDUCATION
તા. 25.07.2019 થી ત.27.07.2019 સુધી દિન ત્રણ માટે ORACLE કંપનીના અને ડૉ.વિક્રમ સારાભાઇ સારાભાઇ કમ્યુનિટી સાયન્સ સેન્ટરના માધ્યમથી અને જી.સી.ઇ.આર.ટી. સંંલગ્ન અને ડાયટ સંતરામપુર મારફત આયોજિત તાલીમનું આયોજન શ્રી એમ જી શાહ હાઇસ્કૂલ,કાંંકણપુર ખાતે કરવામાં આવ્યુ. જેમાં ડૉ.વિક્રમ સારાભાઇ કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાંથી આવેલ તજજ્ઞશ્રીઓ દ્વારા ઓપનસોર્સ સોફ્ટવેર જે, કે TUX PAINT, SCRATCH 2, TURTLE ART, SPREADSHEET વિશે પ્રાયોગિક સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
તેમજ તેનો શિક્ષણમાંં ઉપયોગ થઇ શકે છે તેની માહિતી અને માર્ગદર્શન આપવમાં આવ્યું. ડાયટ સિનયર લેક્ચરર શ્રી બી.એમ.સોલંકી સાહેબ દ્વારા તાલીમનું સફળ સંચાલન કરવામાં આવ્યું.
Saturday, 9 February 2019
ICT TRAINING-PANCHMAHAL
તા.07-02-2019 અને તા.08-02-2019
ના રોજ બી.આર.સી.ભવન ગોધરા (અંબાલી છાત્રાલય) ખાતે બે દિવસીય ICT TEACHERS
TRAINING-2019 નું આયોજન કરવામાં આવ્યું.
જેમાં ડાયેટ સંતરામપુરના સિનિયર લેક્ચરર શ્રી બી.એમ.સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ અને 13 માસ્ટર ટ્રેનર્સને ફાળવેલ ટ્રેનિંગ સેશન સાથે 120 તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી.ફાળવેલ ટાઇમ ટેબલ મુજબ તાલીમની શરૂઆત કરવામાં આવી.

જેમાં ડાયેટ સંતરામપુરના સિનિયર લેક્ચરર શ્રી બી.એમ.સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ અને 13 માસ્ટર ટ્રેનર્સને ફાળવેલ ટ્રેનિંગ સેશન સાથે 120 તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી.ફાળવેલ ટાઇમ ટેબલ મુજબ તાલીમની શરૂઆત કરવામાં આવી.
સૌ પ્રથમ સંતરામપુર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સિનિયર લેક્ચરર શ્રી બી.એમ.સોલંકી સાહેબ દ્વારા તાલીમ આયોજન અને સંકલ્પના તેમજ શાળા અને વર્ગ સુધી આઇ.સી.ટી.નો ઉપયોગ અને મહત્વ વિશે સમજ આપવામાં આવી.
સદર બે દિવસ દરમિયાન આ ટાઇમ ટેબલ ઉપરાંત બારીઆ ઇશ્વરસિંહ દ્વારા ઇન્ટરેક્ટિવ એચ.ટી.એમ.એલ. પેજ મારફતે શૈક્ષણિક રમત, વિઠ્ઠલભાઇ પટેલ દ્વારા કાઇન માસ્ટર વિડિયો એડિટિંગ એપ્લીકેશન, એન.સી.ઇ.આર.ટી. બેઝ્ડ નવા અભ્યાસક્રમ (ગણિત વિજ્ઞાન ધોરણ-7-8) ના જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આધારિત વિડિયો સોફ્ટવેર, અમીતકુમાર પટેલ દ્વારા યુ-ટ્યુબ ચેનલ અને વિડિયો અપલોડ કરવાની પદ્ધતિ, કિરણસિંહ ચાવડા દ્વારા જી.સી.ઇ.આર.ટી ડિજિટલ ડેસ્ક, ગુગલ મેપ લોકેશન એડિટિંગ અને ઇન્ટરનેટ ઉપયોગ દરમિયાન રાખવાની સાવચેતી વિશે તાલીમ આપવામાં આવી.
તાલીમમાં ઉપસ્થિત સર્વે તાલીમાર્થી અને તજજ્ઞો દ્વારા પોતાના લેપટોપ અને મોબાઇલ
મારફતે તાલીમ સ્થળે પ્રેક્ટિકલ દ્વારા શૈક્ષણિક મોબાઇલ એપ્લીકેશન અને શૈક્ષણિક કમ્પ્યૂટર
સોફ્ટવેર નો લાભ લીધો. અને મુશ્કેલીનું નિવારણ પ્રશ્ન ચર્ચા દ્વારા મેળવ્યું. અંતે
બે દિવસની તાલીમ બાદ અંતે ગુગલ ફોર્મ મારફ્તે તાલીમના અભિપ્રાય પણ લેવામાં આવ્યા. આમ
નવીન સંકલ્પના સાથેની ટેકનોલોજી જ્ઞાનની તાલીમ આકર્ષક વિષવસ્તુ, પ્રેક્ટિકલ
જ્ઞાન, સુંદર રિફ્રેશમેન્ટ વ્યવસ્થા સાથે પૂર્ણ કરવામાં આવી.Wednesday, 30 January 2019
નિદાન કસોટી તાલીમ
આજ રોજ તરખંડા સી.આર.સી. ખાતે જીસીઇઆરટી અને શિક્ષણવિભાગ આયોજિત ધોરણ-2 નિદાન કસોટી લેવાની હોય તે બાબતની ટેલીકોન્ફરન્સ આધારિત તાલીમ યોજવામાં આવી.
આ તાલીમમાં સી.આર.સી. સમાવિષ્ટ 12 શાળાઓના ધોરણ ૩ માં ગણિત અને ગુજરાતી ભણાવતા વિષયશિક્ષકો હાજર રહ્યા. આ સાથી મુખ્ય શિક્ષક બેઠકનું આયોજન પણ કરવામાં આવેલ હતું. તાલીમ દરમિયાન બાયસેગ સ્ટુડિયોમાં હાજર શ્રી હરેશભાઇ ચૌધરી સાહેબ (અભ્યાસક્રમ કો.ઓ. જીસીઇઆરટી) દ્વારા નિદાન કસોટી સંંકલ્પના વિશે અને મહત્વ વિશે સમજ અને માર્ગદર્શન આપ્યું. ૩૧.૦૧.૨૦૧૯ અને ૦૧.૦૨.૨૦૧૯ દરમિયાન લેવાનાર કસોટી ની સંપૂર્ણ રૂપરેખા અને પૂરા દિવસની કરવાની થતી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ સચિવ શ્રી વિનોદ રાવ સાહેબ દ્વારા વિવિધ ઉદાહરણ સાથે નિદાન અને ઉપચાર તેમજ ઝડપી શીખતા બાળકો અને ધીમી ગતિએ શીખતા બાળકો વિશે અને બાળકોની ક્ષમતા વિશે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું. ફાઉન્ડેશનલ લર્નિંગ પર ભાર મૂકવા માટે જણાવ્યું. સાથે વાંચન -લેખન-ગણન કૌશલ્યોની ખીલવણી કરવા અને સાચી નિદાન પ્રકૃયા વિશે સમજ આપી. 

માનનીય શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ દ્વારા શિક્ષણ વિભાગ અને ગુજરાત શિક્ષણની સ્થિતી અને કરવામાં આવતા વિવિધ પ્રયત્નો વિશે ચર્ચા કરવામાં આવી સાથે હજુ આગળ વધવા અને સુધારાત્મક કામગીરી બતાવવા માટે બનતા પ્રયત્નો કરવા હાકલ કરવામાં આવી. રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિભાવરીબેન દ્વારા માનનીય વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા ૨.૦ કાર્યક્રમના અંશોની યાદ કરી વિવિધ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું. નિદાન અને ઉપચારની ખરી રીતો વિશે માર્ગદર્શન આપ્યું. સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પી ભારતી મેડમ દ્વારા શિક્ષણમાં ચાલતા વિવિધ સુધારાત્મક કાર્યક્રમો અને યોજનાઓ વિ સમજ આપી શાળા કક્ષાએ અને ગુજરાત શિક્ષણ ટીમ સાથે સંકલનમાં રહી કામગીરી કરવા સૂચન અને માર્ગદર્શન કર્યું. ઉપરાંત એમ.આઇ.એસ એસ.એસ.એ. આસીફભાઇ દ્વારા નિદાન કસોતી બાદની ઓનલાઇન ડેટા એન્ટ્રી પ્રક્રિયાની સમજ આપવામાં આવી. અંતમાં વોટ્સએપ માધ્યયમથી મૂંંઝવતા પ્રશ્નો મેળવી તેનો સંતોષકરક પ્રત્યુતર પણ આપવામાં આવ્યો. આમ ૧૧.૦૦ થી ૧૩.૦૦ સુધીની બાયસેગ મારફતે તાલીમ પૂર્ણ કરવામાંં આવી. Tuesday, 29 January 2019
પ્રજ્ઞા તાલીમ
પ્રથમ તબક્કો તા.17.01.2019 થી 18.01.2019 તરખંડા સી.આર સી.
બીજો તબક્કો તા.21.01.2019 થી 22.01.2019 તરખંડા સી.આર સી.
ત્રીજો તબક્કો તા.23.01.2019 થી 24.01.2019 રામેશરા સી.આર સી.
પ્રથમ તબક્કામાં 22 બીજા તબક્કામાં 38 અને ત્રીજા તબક્કામાં 24 જેટલા પ્રજ્ઞા શિક્ષકોએ તાલીમ લીધી અને પોતાના તાલીમ અને તજજ્ઞો અંગેના હકારાત્મક અભિપ્રાયો પણ આપ્યા. તાલીમ દરમિયાન પ્રજ્ઞા વર્ગની મુલાકાત લેવામાં આવી. અને તે આધારે જરૂરી ચર્ચા પણ કરવામાં આવી.
Subscribe to:
Posts (Atom)

