જી.સી.ઇ.આર.ટી.
ગાંધીનગર આયોજિત સાથે નયારા એનર્જી લિમિટેડ અને આઇ ટુ વી ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના સંયુક્ત
પ્રયાસોથી ચાલતા નવતર - એ સેન્ટર ફોર ઇનોવેશન ઇન એજ્યુકેશન અંતર્ગત રાજ્યના
જિલ્લાવાર કી રિસોર્સ પર્સન(KRP) ની બે
દિવસીય તાલીમનું આયોજન લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરા
તા.સિહોર જિ.ભાવનગર ખાતે તા. 20.08.2019 થી 22.08.2019
દરમિયાન યોજવામાં આવી.
જેમાંં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર દ્વારા પંચમહાલ જિલ્લા માટે કિરણસિંહ
ઝવરસિંહ ચાવડાની પસંદગી કરવામાં આવી હતી. તા. 20.09.2019
ના રોજ તાલીમ માટે મુસાફરી કરવામાં આવી જેમાં સાથે દાહોદ જિલ્લામાંથી મિરલ શેઠ, છોટાઉદેપુર જિલ્લામાંથી કેશરસિંહ રાઠવા, વડોદરા
જિલ્લામાંથી તુષાર સોની અને મહિસાગર જિલ્લામાંથી શૈલેશભાઇ પટેલ પણ જોડાયા. 20.09.2019
ના રોજ રાત્રિ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી ભોજન લેવામાં આવ્યું. ત્યારબાદ
રાત્રિ સેશન દરમિયાન પાર્થિવભાઇ તરફથી https://www.gapminder.org/ વેબસાઇટની
મદદથી વિશ્વના દેશોની અલગ અલગ પાસામાં સરખામણી કરીને સુંદર માર્ગદર્શન આપવામાં
આવ્યુ.
લોકભારતી સંસ્થા વિશે વાત કરીએ તો નાનાભાઇ ભટ્ટ
દ્વારા શરૂ કરેલ આ સંસ્થા આજે વિશાળ થઇ ગયેલ છે. અને તેનું અયોજન,સ્વચ્છતા, અને કુદરતી
સાનિધ્યમાં અને કુદરતી સંશાધનોની જાળવણી મન મોહી લે તેવી છે. સંસ્થાના પરિસરમાં
આવેલ તમામ બાંધકામ મૂકેલ તમામ વસ્તુઓ, બાગ બગીચા, વૃક્ષો
શિલ્પો દરેકમાંથી કાંઇક ને કાંઇક શીખવા મળે છે. અહીંં અભ્યાસ કરતા બાળકોમાં વિવેક
અને શિષ્ત પણ જોવા મળ્યું.
બે દિવસીય તાલીમ દરમિયાન આઇ ટુ વી ફાઉન્ડેશનમાથી પાર્થ તેરૈયા દ્વારા ટેકનિકલી
માર્ગદર્શન જેમાં http://gcertnavtar.in/ વેબસાઈટ
નુું માર્ગદર્શન આપવામાં આવ્યુંં. તેમજ તે
સંસ્થામાંથી આવેલ અમૃતાબેન બધેકા દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. આ
ઉપરાંત મહેન્દ્રભાઇ ચોટલીયા સાહેબ દ્વારા બે દિવસમાં શિક્ષણ પ્રક્રિયા, પેડાગોજી, ભાષા અર્થગ્રહણ અને શિક્ષણમાં ઇનોવેશન
એટલે શું? તેના વિશે સુંદર
અને સચોટ માર્ગદર્શન કરવામાં આવ્યું તેમજ ભાષા વ્યવહાર અને વર્ગને જીવંત કઇ રીતે
બનાવી શકાય તેનું માર્ગદર્શન પ્રાયોગિક રીતે આપવામાં આવ્યું.
આ ઉપરાંંત ભાવનગર જિલ્લાના રાજપરા સ્થિત પ્રખ્યાત મા ખોડિયાર મંદિરના દર્શન કરી આશિર્વાદ લેવામાં આવ્યા. ઉપરાંત સાંઢેડા મહાદેવ ના દર્શન અને ભાવનગરના થાબડી પેંડાનો લાભ લેવામાં આવ્યો.
No comments:
Post a Comment