આજ રોજ તરખંડા સી.આર.સી. ખાતે જીસીઇઆરટી અને શિક્ષણવિભાગ આયોજિત ધોરણ-2 નિદાન કસોટી લેવાની હોય તે બાબતની ટેલીકોન્ફરન્સ આધારિત તાલીમ યોજવામાં આવી.
આ તાલીમમાં સી.આર.સી. સમાવિષ્ટ 12 શાળાઓના ધોરણ ૩ માં ગણિત અને ગુજરાતી ભણાવતા વિષયશિક્ષકો હાજર રહ્યા. આ સાથી મુખ્ય શિક્ષક બેઠકનું આયોજન પણ કરવામાં આવેલ હતું. તાલીમ દરમિયાન બાયસેગ સ્ટુડિયોમાં હાજર શ્રી હરેશભાઇ ચૌધરી સાહેબ (અભ્યાસક્રમ કો.ઓ. જીસીઇઆરટી) દ્વારા નિદાન કસોટી સંંકલ્પના વિશે અને મહત્વ વિશે સમજ અને માર્ગદર્શન આપ્યું. ૩૧.૦૧.૨૦૧૯ અને ૦૧.૦૨.૨૦૧૯ દરમિયાન લેવાનાર કસોટી ની સંપૂર્ણ રૂપરેખા અને પૂરા દિવસની કરવાની થતી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ સચિવ શ્રી વિનોદ રાવ સાહેબ દ્વારા વિવિધ ઉદાહરણ સાથે નિદાન અને ઉપચાર તેમજ ઝડપી શીખતા બાળકો અને ધીમી ગતિએ શીખતા બાળકો વિશે અને બાળકોની ક્ષમતા વિશે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું. ફાઉન્ડેશનલ લર્નિંગ પર ભાર મૂકવા માટે જણાવ્યું. સાથે વાંચન -લેખન-ગણન કૌશલ્યોની ખીલવણી કરવા અને સાચી નિદાન પ્રકૃયા વિશે સમજ આપી. 


No comments:
Post a Comment