


જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર આયોજિત અને સુરત ડાયેટ ખાતે "વર્ગખંડ શિક્ષણની નવી તરાહ " વિષય પર કે.આર.પી. તાલીમનું આયોજન તા.12.08.2019 થી 14.08.2019 સુધી દિન 3 (ત્રણ) માટે કરવામાં આવ્યું. જેમાં દરેક જિલ્લામાંથી ડાયેટ મારફતે પદ્ધતિ અને અભિગમના જાણકાર અને ઉત્સાહી શિક્ષક/મુખ્ય શિક્ષક/સી.આર.સી./બી.આર.સી. કો.ઓર્ડીનેટરની પસંદગી કરવામાં આવી હતી. સાથે ડાયેટ તરફથી એક ડાયેટ લેક્ચરરની પસંદગી કરવામાં આવી હતી. જેમાં પંચમહાલ જિલ્લા વતી ડાયેટ સિનિયર લેક્ચરર શ્રી બી.એમ.સોલંકી સાહેબ, ચાવડા કિરણસિંહ સી.આર.સી.કો.ઓ.તરખંડા, હાલોલ, પટેલ કૌશિકકુમાર સી.આર.સી.કો. અંબાલી છાત્રાલય, ગોધરા, સિસોદિયા મહીરાજસિંહ સી.આર.સી.કો.ઓ. ગદૂકપુર, ગોધરા ના ઓએ હાજરી આપી હતી. જે માટે તા. 12.08.2019 ના રોજ હેડ્ક્વાટર થી મુસાફરી કરી રજિસ્ટ્રેશન સમયે અમે ડાયેટ સુરત પર પહોચ્યા. ત્યા રજિસ્ટ્રેશન અને સાંજનું સેશન ભોજન પૂર્ણ કરવામાં આવ્યું. ત્યારબાદ તા. 13.08.2019 ના રોજ આયોજન મુજબ સુરત સ્થિત મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 10.00 કલાકે હાજર થયા જ્યાં તે સ્કૂલ ખાતે ઉપયોગમાં લેવામાં આવતી વર્ગખંડની પદ્ધતિ અને અભિગમનો ખ્યાલ મેળવવો એ તાલીમનો મુખ્ય હેતુ હતો. પહેલા દિવસે અંગ્રેજી સંકલ્પના બાળકને સ્પષ્ટ કઇ રીતે કરાવવી અને વ્યવહારમાં કઇ રીતે લાવવી તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત માનનીય શિક્ષણ સચિવ શ્રી ડૉ.વિનોદરાવ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા પણ કરવામાં આવી.

બીજા દિવસના સેશનમાં અત્રેની શાળાની વર્ગ મુલાકાત અને તેમાં ઉપયોગમાં લેવાતી શિક્ષણ પદ્ધતિ વિશે નિદર્શન કરવામાં આવ્યું. જેમાં બાળકો શિક્ષણ પ્રક્રિયામાં ઉત્સાહથી ભાગ લેતા હતા અને નેતૃત્વ પણ કરતા હતા. આ દિવસે સચિવ શ્રી જી.સી.ઇ.આર.ટી. શ્રી બી.સી.સોલંકી સાહેબ દ્વારા નવી શિક્ષણ પદ્ધતિઓ અને અભિગમ અનુસંધાને માર્ગદર્શન આપવામાં આવ્યું.
આમ બે દિવસની તાલીમમાં અંગ્રેજી પાયાના શીખવવાના મુદ્દા અને વિષય / ભાષા વ્યવહાર પર લઇ જવાની બાબતોનું માર્ગદર્શન મેળવ્યું.
No comments:
Post a Comment