સી.આર.સી.તરખંડા શિક્ષક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સી.આર.સી.તરખંડા,તા.હાલોલ,જિ.પંચમહાલ,પિન.૩૮૯૩૫૦,કોન્ટેક્ટ નં. ૭૫૭૫૮૦૬૧૬૫, ઇમેઇલ:crc.pms.halol.tarkhanda@gmail.com

NEW UPDATE

સી.આર.સી. તરખંડાની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે




Thursday, 20 December 2018

GCERT DIGITAL DESK



GCERT DIGITAL DESK માં આપનું સ્‍વાગત છે.

જીસીઇઆરટી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કાર્યરત પાયાની સંસ્‍થા છે .
                          
             આજના ઇન્ટરનેટ તથા ડીજીટલ ક્રાંતિના યુગમાં છેવાડાના માનવી સુધી શિક્ષણ સંસાધનનોના અસરકારક ઉપયોગ માટેનો GCERT – Gujarat Council of Educational Research and Training- Gandhinagar તથા NJ Charitable Trust દ્વારા નમ્ર પ્રયાસ કરવામાં આવેલ છે. જેનો ઉપયોગ શાળા સુધી કરીએ અને આવો સાથે મળી આપણે વિદ્યાર્થીઓને self learning માં મદદ કરીએ. Happy Self Learning !!


       હાલ આ ડિજિટલ ડેસ્ક પર ધોરણ ૧ થી ૧૨( આર્ટ્સ,કોમર્સ,સાયન્સ) અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં શૈક્ષણિક સાહિત્ય અપલોડ થઇ રહ્યું છે. આ ઉપરાંત JEE અને NEET માટે પણ સાહિત્ય તૈયાર થઇ રહ્યું છે. તો લાભ લેવા લેવા માટે આપ ટીચર કે પેરેન્ટ તરીકે લોગ-ઇન થઇ ને માહિતી મેળવી શકો છો.    


GCERT ડિજિટલ ડેસ્ક પર જવા માટે click here
         
સૌ પ્રથમ આ વિન્ડો જોવા મળશે. જેના પર સાઇન ઇન થવા માટે સૌ પ્રથમ આપે રજિસ્ટ્રેશન કરવું પડશે જેમાં આપનો ઇ મેઇલ એડ્રેસ અને ફોન નંબર દાખલ કરી યુઝર આઇ-ડી અને પાસવર્ડ બનાવો. ત્યારબાદ આપ આ ડેસ્કનો ઉપયોગ કરી શકો છો. 

લોગ ઇન પેજ



લોગ ઇન થયા બાદ વિન્ડોની જમણી બાજુ આપેલ STUDY PANEL પર ક્લિક કરવાથી નવી વિન્ડો ઓપન થશે જેમાં આપ આપનું માધ્યમ પસંદ કરી ધોરણવાર આભ્યાસ માટે શૈક્ષણિક સાહિત્ય, જરૂરી વિડિયો, મૂલ્યાંકન માટે ટેસ્ટ વગેરેનો ઉપયોગ કરી શકો છો.
સ્વાગત અને માહિતી વિન્ડો

સ્ટ્ડી પેનલ પર ક્લિક કરો

માધ્યમ પસંદ કરો

વિષય પસંદ કર્યા બાદ મળતી શૈક્ષણિક માહિતી 

Tuesday, 20 November 2018

ભાષા સંગમ કાર્યક્રમ

ગાઇડલાઇન ડાઉનલોડ કરવા માટે



ભાષા સંગમ કાર્યક્રમ સાંભળવા માટેની લિંક


વેબસાઇટ પર જવા માટે ક્યૂઆર કોડ સ્કેન કરો


Tuesday, 21 August 2018

EYE CHECK UP CAMP

               
   આજ રોજ હાલોલ તાલુકાના તરખંડા સી.આર.સી. સમાવિષ્ટ તરખંડા પ્રાથમિક શાળામાં હાલોલ સ્થિત સન ફાર્મા કંપની ની સહાયથી  નિ:શુલ્ક નેત્ર ચકાસણી માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. જેમાં સન ફાર્મા તરફથી પ્રતીકભાઇ પંડ્યા ખાસ ઉપસ્થિત રહી આયોજન અને માર્ગદર્શનનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો. ઉપરાંત સાથે ઉપસ્થિત  નિષ્ણાત દાક્તરી ટીમ અને સહાયકો દ્વારા અત્રેની તરખંડા પ્રાથમિક શાળા તેમજ નવી નગરી પ્રાથમિક શાળાના બાળકોની આંખોની ચકાસણી ઉત્તમ ટેકનિક અને યંત્રો દ્વારા કરવામાં આવી. જેમાં ૫ (પાંચ) બળકોને આંખો માટે ચશ્માની જરૂર ચેક અપ દ્વારા જણાઇ આવી. સાથે શાળા શિક્ષકગણ તેમજ બિન શૈક્ષણિક મધ્યાહન ભોજન યોજનાના સ્ટાફે પણ આનો લાભ લીધો. 

                     
સન ફાર્મા કંપની દ્વારા છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ શાળા તેમજ હાલોલ સ્થિત અન્ય શાળાઓને ભૌતિક-શૈક્ષણિક - બિન શૈક્ષણિક  સહાય પણ કરતા આવ્યા છે.અમારી શાળાને અનેક રીતે સન ફાર્મા કંપની સતત મદદ માટે તત્પર રહે છે. તે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ.    



    





                   
















Thursday, 2 August 2018

ઓરી અને રૂબેલા રસીકરણ કાર્યક્રમ

         આજ રોજ તા. ૦૨.૦૮.૨૦૧૮ પંચમહાલ જિલ્લાના હાલોલ બી.આર.સી.ની તરખંડા સી.આર.સી. સમાવિષ્ટ તરખંડા પ્રાથમિક શાળામાં ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત ઓરી અને રૂબેલા રસીકરણ ઝુંબેશ અન્વયે પ્રાથમિક શાળાના બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું.  
        રસીકરણ કાર્યક્રમ માટે અગાઉથી તાલુકા હેલ્થ ઓફિસર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અરાદ તરફથી આયોજન અને પૂરતી માહિતી આપવામાં આવી હતી. નક્કી કરેલ તારીખ ૦૨.૦૮.૨૦૧૮ ના રોજ ૧૧.૩૦ કલાકે શાળા સ્ટાફ સાથે મિટિંગ કરી ૧૨.૪૫ કલાકથી રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવ્યું. આ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી અરાદમાંંથી આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો. જેમાં.......
                ડૉ..આર.કે પ્રજાપતિ  ( આયુષ મેડીકલ ઓફિસર), ડૉ. નિશા પટેલ (મેડીકલ ઓફિસર અરાદ), નિલાબેન ડી જોષી ( ઇ.ચા. સુપરવાઇઝર-અરાદ), કામિનીબેન ડી પરમાર( એ.એન.એમ-અભેટવા સબ સેન્ટર). જયાબેન જે પરમાર (એફ.એચ.ડબલ્યૂં  અરાદ), રમીલાબેન એ ચાવડા (આશા ફેસીલીલેટર-તરખંડા), કમળાબેન એમ રાવળ (આશા ફેસીલીલેટર અરાદ), આશાબેન એ ચૌહાણ( આશા વર્કર-તરખંડા), ચાવડા ઉષાબેન એસ.(આશા વર્કર - ઇંટવાડી), પ્રભાતસિંહ બારીઆ ( એમ.પી.એચ.ડબલ્યુ-તરખંંડા) વગેરે એ પોતાની સેવા અને ફરજ બજાવી. 
            આ ઉપરાંત પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક હિતેષકુમાર આર. ભાટિયા દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત અગાઉથી વાલી અને એસ.એમ.સી.ને લેખિત જાણ કરવામાં આવી. તેમજ જરૂરી જનજાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવ્યા. કાર્યક્રમના દિવસે ખાસ કરીને એસ.એમ.સી. અધ્યક્ષ શ્રી નરવતસિંહજી ચાવડા અને એસ.એમ.સી. સભ્યો પણ હાજર રહ્યા. આ ઉપરાંત બાળકોને પ્રોત્સાહન આપવા તેમજ ડર દૂર થાય તે માટે વાલીઓ પણ હાજર રહ્યા. શાળા સ્ટાફ ઉષાબેન પરમાર, પ્રવીણાબેન પટેલ, કૈલાશબેન પટેલ, મનિષાબેન જાદવ, રાકેશકુમાર પટેલ,અમીતકુમાર પટેલ તમામે પોતાના વર્ગખંડના બાળકોને પૂરતું માર્ગદર્શન આપી રસીકરણ માટે તૈયાર કર્યા. અને જરૂર જણાયે વાલીઓને પણ ફોન મેસેજ દ્વારા સંપર્ક કર્યો. શાળામાં તકેદારી રૂપે પૂરતાં પગલાંં લેવામાં આવ્યા હતા. મધ્યાહન ભોજન અંતર્ગત મળતું ભોજન બાળકોને સવારે ૧૧.૧૫ કલાકે આપવામાં આવ્યું હતું. અને રસીકરણ બાદ બાળકોને પૂરતો સમય આરામ આપવામાં આવ્યો અને દેખભાળ પણ રાખવામાં આવી. રસીકરણ બાદ પણ બાળકોનો રિવ્યૂ લેવામાં લેવામાં આવ્યો જે મુજબ બાળકો ખુશ જણાતા હતા.  
હિતેષ આર ભાટિયા-મુખ્ય શિક્ષક તરખંડા પ્રાથમિક શાળા 


 આ સાથે આરોગ્ય કેન્દ્ર અરાદ દ્વારા શાળા શિક્ષકમિત્રોની ડાયાબિટીસ ચેક-અપ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો. 





મનિષાબેન એસ. જાદવ આ.શિ. તરખંડા પ્રા.શાળા 

કિરણસિંહ ચાવડા સી.આર.સી. કો.ઓર્ડીનેટર સી.આર.સી.તરખંડા 














Tuesday, 31 July 2018

મિશન વિદ્યા અંતર્ગત મુલાકાત

                    તા.૩૦/૦૭/૨૦૧૮ ના રોજ હાલોલ તાલુકાના તરખંડા ક્લસ્ટર રિસોર્સ સેન્ટર સમાવિષ્ટ શાળાઓમાં મિશન વિદ્યા અંતર્ગત રાજ્યકક્ષાના અધિકારી 

શ્રી જી.સી.બ્રહ્મભટ્ટ (IAS) 
ADDITIONAL CHIEFEXECUTIVE OFFICER, 
GUJARAT STATE DISASTER MANAGEMENT AUTHORITY,
GANDHINAGAR દ્વારા મુલાકાત લેવામાં આવી. 
 હાલોલ તાલુકાના તરખંડા સી.આર.સી.માં ૬ થી ૮ ધોરણ ધરાવતી કુલ ૬ શાળાઓ છે.  જેમાં અભેટવા, ઇંટવાડી, નવા ઝાંખરીઆ, જુના ઝાંખરીઆ, તરખંંડા અને ત્રિકમપુરા ગામની પ્રા.શાળાઓનો સમાવેશ થાય છે. મિશન વિદ્યા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાની મુલાકાત માટે મારા ક્લસ્ટરની પસંદગી કરવામાં આવી. જે બદલ હું મારા તાલુકાના બ્લોક રિસોર્સ સેન્ટરના  કો ઓર્ડીનેટર  શ્રી ઝેડ.એલ.પીરજાદા સાહેબનો આભાર વ્યક્ત કરું છું. કે મુલાકાત થી મને મારા માર્ગદર્શન અને શાળા કક્ષાએ મે કરેલા પ્રયત્નોનું મૂલ્યાંકન રાજ્ય કક્ષાના અધિકારી સાહેબ શ્રી દ્વારા થશે.  
થનાર મુલાકાત અન્વયે મેં શાળાઓને જાણ કરી, જરૂરી દસ્તાવેજી કરણ અને શિક્ષણ પ્રક્રિયા, સંદર્ભ સાહિત્ય વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું





.
  નિયત કરેલ તા.૩૦.૦૭.૨૦૧૮ ના રોજ સૌ ૬ અપર પ્રાયમેરી શાળાઓ પૈકી તરખંડા, ઇંટવાડી અને અભેટવા પ્રા.શાળાની મુલાકાત લેવામાંં આવી. 
રાજ્ય કક્ષાના અધિકારી  જી.સી.બ્રહ્મભટ્ટ સાહેબ સાથે લાયઝન અધિકારી ઝેડ.એલ.પીરજાદા સાહેબ  દ્વારા સૌપ્રથમ તરખંડા પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી.  તરખંડા પ્રાથમિક શાળામાં  મુલાકાત સમયે એસ.એમ.સી. અધ્યક્ષ શ્રી નરવતસિંહજી ચાવડા અને સભ્ય શ્રી ગોરધનસિંહજી ચાવડા  પણ હાજર રહ્યા હતા.
   સૌ પ્રથમ એસ.એમ.સી. અધ્યક્ષના હસ્તે પુષ્પ ગુચ્છ અર્પણ કરી સહેબ શ્રીનું સ્વાગત કરવામાં આવ્યું. અને બાળાઓ દ્વારા કુમ કુમ તિલક કરવામાં આવ્યું. 
સૌ પ્રથમ  રાજ્ય કક્ષાએથી ફળવાયેલ સમયપત્રક મુજબ  ધોરણ ૮ ના વર્ગથી મુલાકાતનો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં તમામ ધોરણમાં વાંચન આધારિત ઉપચારાત્મક શિક્ષણ કાર્યનું સાહેબશ્રી દ્વારા ચકાસણી કરવામાં આવી. 
 સાથે માર્ગદર્શન અને પ્રોત્સાહક સૂચન  કરવામાં આવ્યા. પ્રિય બાળકો તેમજ વર્ગના અન્ય બાળકોની વાંચન આધારિત ચકાસણી પણ કરવામાં આવી. જે દરમિયાન સાહેબશ્રીની બાળકો પ્રત્યેની લાગણી અને સહજ સ્વભાવના દર્શન થયા. આ ઉપરાંત વર્ગખંડ ફાઇલ ડોક્યુમેન્ટ, હાજરી પત્રક, બાળકોની નોંધપોથી વગેરેની ચકાસણી કરવામાં આવી.
મૂલ્યાંકન બાદ એસ.એમ.સી અધ્યક્ષ, મુખ્ય શિક્ષક હાજર સભ્યો, મ.ભો.યો. સંચાલક સાથે બેઠક યોજીઅને શિક્ષણ અને શાળાને લગતા સૂચન કરવામાં આવ્યા તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું.  


 જેમાં સાહેબશ્રી નૈતિક ફરજ, સામાજિ જવાબદારી, શિક્ષકની ભૂમિકા, શાળા વ્યવસ્થાપન સમિતીની ફરજો અને જવાબદારી વગેરે વિશે ચર્ચા કરી.
આ ઉપરાંત તેમણે ટકોર પણ કરી કે બાળકને શાળાએ આવવું ગમે તેવું વાતાવરણ પેદા કરવું તેમજ અન્ય કોઇ વિભાગના  અધિકારીને શાળા કક્ષાએ મુલાકાત માટે આવવું જ ન  પડે તેવું કાર્ય કરવું, 
 શિક્ષક પર સમાજનો વિશ્વાસ કેળવાય રહે, અને ગુરૂ પદ શોભે તેવા માર્ગદર્શન સૂચન અને વિચારો વ્યક્ત કરવામાં આવ્યાં.     

આજ રીતે ઇંટવાડી પ્રાથમિક શળા ખાતે ૧૧.૩૦ થી ૧૨.૩૦ દરમિયાન ગણન અંતર્ગત મૂલ્યાંકન કરવામાં આવ્યું. અત્રેની શાળામાં એસ.એમ.સી અધ્યક્ષની હાજરી જોવા મળી. મુલાકાત દરમિયાન સાહેબશ્રી એ બાળકોને આવડી છે પરંતુ તેને બહાર લાવવાના પ્રયત્ન કરવા તે માટે તેમનામાં આત્મવિશ્વાસ જગાડવાની જરૂર છે. જેવા માર્ગદર્શન શબ્દો રજૂ કર્યા.  
      આજ રીતે ૦૩.૦૦  થી ૦૪.૦૦ દરમિયાન લેખન કાર્યની ચકાસણી અભેટવા પ્રાથમિક શાળામાં કરવામાં આવી. જે દરમિયાન બી.આર.સી. કૉ.ઓર્ડીનેટર સાહેબ દ્વારા મિશન વિદ્યા અંતર્ગત નિભાવવાના થતા ડોક્યુમેન્ટ તેમજ બાળકોને નોટબુક ચકાસવામાં આવી. 
    અંતે મારા ક્લસ્ટરની એક સફળ મુલાકાત સાહેબ શ્રી દ્વારા કરવામાં આવી. અને બી.આર..સી. કૉ.ઓ.સાહેબ સાથે  મુલાકાત દરમિયાનના મારા ક્લસ્ટર વિશેના અનુભવોની ચર્ચા કરી.   
    
      
    
             
           

Sunday, 22 July 2018

મિશન વિદ્યા ડેટા એન્ટ્રી માટે

મિશન વિદ્યા ડેટા એન્ટ્રી માટે આપેલ લિંક પર ક્લિક કરો.. 

Thursday, 5 July 2018

બાળસંસદ નિર્માણ



બાળસંસદ 


શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ અંતર્ગત ક્લસ્ટર સમાવિષ્ટ શાળા તરખંડા અને ઇંટવાડી પ્રાથમિક શાળાઓમાં બાળસંંસદ નિર્માન કરવાની પ્રક્રિયા હાથ ધરમાં આવી.
તરખંડા પ્રા.શાળા



       આ પ્રવૃતિનો મુખ્ય હેતું બાળકોમાં નેતાગીરીના ગુણ વિકસે અને પોતાની શાળા વિશે સજાગ બને તેમજ શાળામાં શિક્ષકોને મદદરૂપ બને તે માટેનો હોય છે. સાથે સાથે બાળકો સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત રાજનિતી શાસ્ત્રથી વાકેફ થાય તેમજ ચૂંટણી પ્રક્રિયા વિશે જ્ઞાન મેળવે તે હેતુસર શાળાઓમાંં બાળસંસદનું નિર્માણ કરવામાં આવે છે.
ઇંટવાડી પ્રા.શાળા







     આ માટે શાળાઓમાં પ્રથમ તો વિષય શિક્ષક દ્વારા બાળકો તથા શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. અને જાહેર ચૂંટણી પ્રક્રિયાની રૂપરેખા મુજબ જાહેરનામં ઉમેદવારોનું ફોર્મ ભરવાની-પાછું ખેંચવાની  તારીખ, તેમજ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી. આ માટે ઉમેદવાર બાળકોને જરૂરી પ્રચાર પ્રસારનો સમય પણ આપવામાં આવ્યો.   ચૂંટણીના દિવસે જરૂરી સ્ટાફ જેમ કે પ્રિસાઇન્ડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર, સુરક્ષા કર્મચારી, ઝોનલ ઓફિસર વગેરેની નિમણૂંક પણ કરવામાં આવી. તે માટે જરૂરી વર્ગ વ્યવ્સ્થા પણ કરવામાં આવી. અને એક આદર્શ મતબૂથ તૈયાર કરવામાં આવ્યું. જેમાં મતપેટી, મતકુટીર અને બેઠક વ્યવસ્થાને ખાસ મહત્વ આપવામાંં આવ્યું.  કુમાર - કન્યા અલગ હરોળ રાખી અને શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. તેમજ મતદાનના અંતે મતપેટીને સ્ટ્રોંગરૂમમાં સુરક્ષિત મૂકવામાં આવી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન બાળકો તેમજ શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.

સ્મૃતિધારા કાર્યક્રમ અંતર્ગત વર્ગખંડ અવલોકન

વર્ગખંડ અવલોકન

તા. ૦૪.૦૭.૨૦૧૮ ના રોજ ક્લસ્ટર સમાવિષ્ટ ઇંટવાડી પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી. જેમાં વર્ગખંડ અવલોકન દરમિયાન ધોરણ-૪ માં સ્મૃતિધારા કાર્યક્રમ અંતર્ગત માપન વિષય આધારિત બાળકોનું જ્ઞાન તાજુ કરવા માટે શિક્ષક શ્રી ચંપકસિંહ એન પરમાર દ્વારા પુનરાવર્તન ચાલી રહેલ હતું.


     જે અંતર્ગત બાળકો ને વ્યવહારુ પ્રશ્નો અને ચિત્રો દ્વારા માપનની સમજ આપવામાં આવી. અને  સાથે ગૃહકાર્યમાં દુકાનની મુલાકાત લઇ તોલમાપના વજનિયાંનું અવલોકન કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું.

સી.આર.સી. કક્ષાની પ્રજ્ઞા માર્ગદર્શન મિટિંગ

સી.આર.સી. તરખંડા 

          તા. ૦૪.૦૭.૨૦૧૮ ના રોજ સી.આર.સી. તરખંંડા ખાતે સી.આર.સી. સમાવિષ્ટ ૧૨(બાર) શાળઓના પ્રજ્ઞા શિક્ષકોની માર્ગદર્શન મિટિંગ રાખવામાં આવી. 
           જેમાં તમામ શિક્ષક ભાઇઓ-બહેનો હાજર રહ્યા તેમજ નવીન પ્રજ્ઞા અભિગમ અંતર્ગત મૂંઝવતા પ્રશ્નો અને અભિગમને નવી બાબતો વિશે ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત નવીન પ્રજ્ઞા સંકલ્પના, સમૂહકાર્ય, પ્રજ્ઞા સાહિત્ય, વર્ગખંડ વિભાજન, વર્ગખંડ વ્યવસ્થાપન, અભ્યાસકાર્ડ, ટી.એલ.એમ. ભૌતિક સુવિધાના અભાવ વચ્ચે અભિગમ મુજબ શિક્ષણ કાર્ય વગેરે જેવી બાબતો પર ચર્ચા કરી મૂંઝવતી સમસ્યાઓ હલ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. 


પ્રજ્ઞા માર્ગદર્શન મિટિંગ સી.આર.સી. તરખંડા
  તા.૦૩.૦૭.૨૦૧૮ નો રોજ બાયસેગ મારફતે નવીન પ્રજ્ઞા અભિગમ અંતર્ગત આયોજન અને અમલવારી બાબતે ટેલીકોન્ફરન્સમાં સમજાવેલ મુદ્દા અને ધ્યાનમાં રાખવાની બાબતો પણ જણાવવામાં આવી, ઉપરાંત તે મુજબ ક્લસ્ટર લેવલે શાળા મુલાકાત દરમિયાન ભરવામાંં આવતા વર્ગખંડ અવલોકન ફોર્મ અને તેમાં આવરી લીધેલ બાબતોની ચર્ચા પણ કરવામાં આવી. 

Wednesday, 4 July 2018

કલા મહાકુંભ-૨૦૧૮

કલા મહાકુંભ ગુજરાત ૨૦૧૮ અંતર્ગત વિવિધ વ્યક્તિગત અને સામૂહિક સ્પર્ધાઓમાં ભાગ લઇ પોતાની કળાઓને પ્રદર્શિત કરવાની ઉત્તમ તક 

આ માટે ઓનલાઇન ડેટા એન્ટ્રી કરવા માટે ગુજરાત સરકારની વેબસાઇટની મુલાકાત લો.


ઓનલાઇન રજિસ્ટ્રેશન ૦૩.૦૭.૨૦૧૮ થી ૧૫.૦૭.૨૦૧૮ સુધી




  •  રજિસ્ટ્રેશન ફોર્મ માટે નીચેની લિંક પર ક્લિક કરો.


વ્યક્તિગત સ્પર્ધાનું ફોર્મ

સમૂહ સ્પર્ધાનું ફોર્મ

પ્રાથમિક શાળાઓ માટે ભાગ લઇ શકાય તેવી કેટલીક સ્પર્ધાઓની યાદી


અ.નં.
વિભાગ
સ્પર્ધા
કક્ષા
ગાયન
સુગમ સંગીત
તાલુકા કક્ષા
ગીત
તાલુકા કક્ષા
સમૂહ ગીત
તાલુકા કક્ષા
સમૂલ લગ્ન ગીત(ફટાણાં)
તાલુકા કક્ષા
વાદન
વાંસળી
તાલુકા કક્ષા
તબલાં
તાલુકા કક્ષા
હારમોનિયમ
તાલુકા કક્ષા
ઓરગન
તાલુકા કક્ષા
નૃત્ય
ગરબા
તાલુકા કક્ષા
ભરતનાટ્યમ
તાલુકા કક્ષા
રાસ
જિલ્લા કક્ષા
લોકનૃત્ય/સમૂહનૃત્ય
તાલુકા કક્ષા
અભિનય
એકપાત્રીય અભિનય
તાલુકા કક્ષા
ભવાઇ
રાજ્ય કક્ષા