
બાળસંસદ
શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ અંતર્ગત ક્લસ્ટર સમાવિષ્ટ શાળા તરખંડા અને ઇંટવાડી પ્રાથમિક શાળાઓમાં બાળસંંસદ નિર્માન કરવાની પ્રક્રિયા હાથ ધરમાં આવી.
![]() |
તરખંડા પ્રા.શાળા |
![]() | |
|
આ માટે શાળાઓમાં પ્રથમ તો વિષય શિક્ષક દ્વારા બાળકો તથા શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. અને જાહેર ચૂંટણી પ્રક્રિયાની રૂપરેખા મુજબ જાહેરનામં ઉમેદવારોનું ફોર્મ ભરવાની-પાછું ખેંચવાની તારીખ, તેમજ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી. આ માટે ઉમેદવાર બાળકોને જરૂરી પ્રચાર પ્રસારનો સમય પણ આપવામાં આવ્યો. ચૂંટણીના દિવસે જરૂરી સ્ટાફ જેમ કે પ્રિસાઇન્ડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર, સુરક્ષા કર્મચારી, ઝોનલ ઓફિસર વગેરેની નિમણૂંક પણ કરવામાં આવી. તે માટે જરૂરી વર્ગ વ્યવ્સ્થા પણ કરવામાં આવી. અને એક આદર્શ મતબૂથ તૈયાર કરવામાં આવ્યું. જેમાં મતપેટી, મતકુટીર અને બેઠક વ્યવસ્થાને ખાસ મહત્વ આપવામાંં આવ્યું. કુમાર - કન્યા અલગ હરોળ રાખી અને શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. તેમજ મતદાનના અંતે મતપેટીને સ્ટ્રોંગરૂમમાં સુરક્ષિત મૂકવામાં આવી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન બાળકો તેમજ શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
No comments:
Post a Comment