વર્ગખંડ અવલોકન
તા. ૦૪.૦૭.૨૦૧૮ ના રોજ ક્લસ્ટર સમાવિષ્ટ ઇંટવાડી પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી. જેમાં વર્ગખંડ અવલોકન દરમિયાન ધોરણ-૪ માં સ્મૃતિધારા કાર્યક્રમ અંતર્ગત માપન વિષય આધારિત બાળકોનું જ્ઞાન તાજુ કરવા માટે શિક્ષક શ્રી ચંપકસિંહ એન પરમાર દ્વારા પુનરાવર્તન ચાલી રહેલ હતું.
જે અંતર્ગત બાળકો ને વ્યવહારુ પ્રશ્નો અને ચિત્રો દ્વારા માપનની સમજ આપવામાં આવી. અને સાથે ગૃહકાર્યમાં દુકાનની મુલાકાત લઇ તોલમાપના વજનિયાંનું અવલોકન કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું.
No comments:
Post a Comment