આજ રોજ હાલોલ તાલુકાના તરખંડા સી.આર.સી. સમાવિષ્ટ તરખંડા
પ્રાથમિક શાળામાં હાલોલ સ્થિત સન ફાર્મા કંપની ની સહાયથી નિ:શુલ્ક નેત્ર ચકાસણી માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.
જેમાં સન ફાર્મા તરફથી પ્રતીકભાઇ પંડ્યા ખાસ ઉપસ્થિત રહી આયોજન અને
માર્ગદર્શનનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો. ઉપરાંત સાથે ઉપસ્થિત નિષ્ણાત દાક્તરી ટીમ અને સહાયકો દ્વારા અત્રેની તરખંડા
પ્રાથમિક શાળા તેમજ નવી નગરી પ્રાથમિક શાળાના બાળકોની આંખોની ચકાસણી ઉત્તમ ટેકનિક
અને યંત્રો દ્વારા કરવામાં આવી. જેમાં ૫ (પાંચ) બળકોને આંખો માટે ચશ્માની જરૂર ચેક
અપ દ્વારા જણાઇ આવી. સાથે શાળા શિક્ષકગણ તેમજ બિન શૈક્ષણિક મધ્યાહન ભોજન યોજનાના
સ્ટાફે પણ આનો લાભ લીધો. 
સન ફાર્મા કંપની દ્વારા છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ શાળા તેમજ હાલોલ સ્થિત અન્ય શાળાઓને ભૌતિક-શૈક્ષણિક - બિન શૈક્ષણિક સહાય પણ કરતા આવ્યા છે.અમારી શાળાને અનેક રીતે સન ફાર્મા કંપની સતત મદદ માટે તત્પર રહે છે. તે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ.


No comments:
Post a Comment