હાલોલ નગર ખાતે ૧૫મી ડિસેમ્બરના રોજ યોજાયેલ રન ફોર યુનિટી મેરેથોનમાં અંદાજે ૧૨૦૦૦ થી ૧૩૦૦૦ કરતા વધુ નાગરિકો જેમાં નગરની તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા.
સરદાર સરોવર કેવડીયા કોલોની ખાતે નિર્માણ થનાર સરદાર વલ્લભભાઇ પટેલની વિરાટ કદની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંદર્ભે દેશભરમાં જાગૃતી આવે તે માટે ૧૫ ડિસેમ્બરના રોજ રાજ્યના ૨૫ જિલ્લાઓમાં ૩૪થી વધારે શહેરોમાં રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાય રહ્યો છે.તેમાં હાલોલ નગરે પણ પોતાની સહાભાગીદારી નિભાવે હતી.
આજ રોજ તા. ૧૫-૧૨-૧૩ના રોજ રન ફોર યુનિટીનો કાર્યક્રમ સવારે ૮.૧૫ કલાકે વી.એમ. સ્કૂલથી પ્રારંભ કરી અને અને તેનું સમાપન બપોરના ૧૧ કલાકે પાવાગઢ રોડ પર આવેલી સિંધવાવ મંદિરે કરવાનુ આયોજન હતું. આ કાર્યક્રમ શાળાના વિદ્યાર્થીઓ, તાલુકાના તમામ સરકારી અર્ધસરકારી કર્મચારી તથા નગરજનો તેમજ વિવિધ સંસ્થાઓના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને પોતપોતાની શાળાના બેનર સાથે રન ફોર યુનિટી મેરેથોનમાં ભાગ લીધો હતો.અને ૧૦.૦૦ વાગ્યે પાવાગઢ રોડ પર આવેલી સિંધવાવ મંદિરે તેનું સમાપન કરવામાં આવ્યું હતું.
No comments:
Post a Comment