સી.આર.સી.તરખંડા શિક્ષક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સી.આર.સી.તરખંડા,તા.હાલોલ,જિ.પંચમહાલ,પિન.૩૮૯૩૫૦,કોન્ટેક્ટ નં. ૭૫૭૫૮૦૬૧૬૫, ઇમેઇલ:crc.pms.halol.tarkhanda@gmail.com

NEW UPDATE

સી.આર.સી. તરખંડાની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે




Tuesday, 31 December 2013

બી.આર.સી. કક્ષાનો ટી.એલ.એમ.વર્કશોપ,તા-૩૧/૧૨/૨૦૧૩

ટી.એલ.એમ વર્કશોપ
         



       આજ રોજ તા. ૩૦ મી ડિસેમ્બર ૨૦૧૩ ના રોજ હાલોલ બી.આર.સી. ભવન ખાતે બ્લોક કક્ષાનો ટી.એલ.એમ વર્કશોપ યોજવામાં આવ્યો. આ ટી.એલ.એમ વર્કશોપમાં હાલોલ તાલુકાના વિવિધ શાળાઓમાંથી પસંદ કરાયેલા શિક્ષકો-શિક્ષિકા બહેનો વિવિધ ભાષાના બી.આર.પી મિત્રો, પસંદ કરાયેલ સી.આર.સી. કૉ.ઓર્ડીનેટર તેમજ બી.આર.સી. કૉ.ઓર્ડીનેટર  હાજર રહ્યા હતા.


           વર્કશોપની શરૂઆત  સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ સી.આર.સી. કૉ ઓર્ડીનેટર ચાંપાનેર (પાવાગઢ) ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક વિભાગનું એક ગ્રુપ તેમજ ઉચ્ચતર પ્રાથમિકના વિવિધ વિષયો જેમા કે ભાષા,ગણિત-વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એમ ત્રણ ગ્રુપમાં વિભાજન કરવામાં આવ્યું. ત્યારબાદ ગ્રુપના સભ્યો દ્વારા પાઠ્યપુસ્તકનું અધ્યયન કરી નિર્માણ કરી શકાય અને વર્ગકાર્યમાં ઉપયોગી એવા ટી.એલ.એમની યાદી તૈયાર કરવામાં આવી. ત્યારબાદ શિક્ષકો ટી.એલ.એમ નિર્માણ માટે જરૂરી એવા રૉ-મટિરિયલ, સ્ટેશનરી વગેરેના ઉપયોગ દ્વારા પોતાનું કાર્ય શરૂ કર્યું. શિક્ષકો પોતપોતાના ગ્રુપમાં સહકાર અને સંકલનથી કાર્ય કરી રહ્યા હતા. અને કાર્યમાં એટલા તો મશગૂલ જણાતા હતા કે તેમને રિ:શેષ સમયનું ભાન રહ્યું ન હતું. ત્યારબાદ ચાલું કાર્ય દરમિયાન અલ્પાહાર લઇ વળી પાછા પોતાના કાર્યમાં લાગી ગયા. દરેક શિક્ષકે  પોતાની કુશળતા પ્રમાણે યોગદાન આપીને  લગભગ બાવીસ જેટલા ટી.એલ.એમ નું નિર્માણ કર્યું. અંતમાં તૈયાર કરેલ ટી.એલ.એમ.નું પ્રદર્શન ગોઠવવમાં આવ્યું. અને વર્કશોપની પૂર્ણાહૂતિ કરવામાં આવી. 
નિર્માણ કરેલ ટી.એલ.એમ.ની યાદી
વિષય જૂથ
અ.નં.
વિષય
નિર્માણ કરેલ ટી.એલ.એમ.
ધો-૧ થી ૫
૧.
પર્યાવરણ
ઋતુચક્રનું ઝુમ્મર

૨.
ગણિત
વિષમચ્છેદી અપૂર્ણાંકના સરવાળા ચાર્ટ

૩.
ગણિત
પરિમિતિ મોડેલ

૪.
પર્યાવરણ
ફળો, પ્રાણીઓ, પક્ષીઓ ની સંગ્રહપોથી

૫.
ગણિત
વર્તુળના અંગો

૬.
ગણિત
ખૂણા મોડેલ
ધો-૬ થી ૮
૭.
ગણિત
ગાણિતીક સૂત્રો ચાર્ટ

૮.
ગણિત
વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ

૯.
ગણિત
પૂર્ણાંક સંખ્યાઓ

૧૦.
ગણિત
પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા-બાદબાકી

૧૧.
વિજ્ઞાન અને ટેકનો.
સૌરમંડળ અને ગ્રહો

૧૨.
વિજ્ઞાન અને ટેકનો.
પેરિસ્કોપ મોડેલ

૧૩.
વિજ્ઞાન અને ટેકનો.
તત્વ અને સંજ્ઞા (જોડો અને જાણો)

૧૪.
વિજ્ઞાન અને ટેકનો.
આપણી આસપાસ થતા ફેરફારો(ચક્ર)

૧૫.
વિજ્ઞાન અને ટેકનો.
પેપર બેગ

૧૬.
વિજ્ઞાન અને ટેકનો.
મેજિક વિન્ડો

૧૭.
વિજ્ઞાન અને ટેકનો.
વાહન વ્યવહારના સાધનો( સંગ્રહપોથી)

૧૮.
ભાષા (અંગ્રેજી)
English preposition flash card

૧૯.
ભાષા (અંગ્રેજી)
Opposite word flash card

૨૦.
ભાષા(ગુજરાતી)
વ્યાકરણ (શબ્દ સમૃધ્ધિ)

૨૧.
ભાષા(હિન્દી)
व्याकरण शिक्षण(शब्द समृध्धि)

૨૨.
સામાજિક વિજ્ઞાન
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ



વધુ ફોટા 



 






No comments:

Post a Comment