આ ઉપરાંત બી.આર.સી. કો.ઓર્ડીનેટર, હાલોલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.તેમજ વર્ગકાર્ય દરમિયાન તાલીમમાં મળેલ સૂચન અને માર્ગદર્શનનો ઉપયોગ કરી ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોને શિક્ષણ કાર્યમાં સામાન્ય બાળક સાથે સમાવેશ કરી આર.ટી.ઇ. ના ધ્યેયોને પાર પાડવા માટે હાકલ કરી હતી.
બીજા દિવસે બી.આર.સી. રિસોર્સ રૂમની મુલાકાત લેવામાં આવી જે દરમિયાન વિકલાંગ બાળકો માટેના વિવિધ સાધનો, તેનો ઉપયોગ, વિકલાંગ બાળકો માટેના શૈક્ષણિક સાહિત્ય અને પુસ્તકોનું પ્રદર્શન વગેરે દ્વારા સમજ આપવામાં આવી.તેમજ તાલીમ દરમિયાન તાલુકા કેળવણી નિરીક્ષક સાહેબની પરિચય મુલાકાત પણ ગોઠવવામાં આવી. જેમાં તા.કે.ની શ્રીએ માર્ગદર્શક સૂચન કર્યું.
No comments:
Post a Comment