સી.આર.સી.તરખંડા શિક્ષક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સી.આર.સી.તરખંડા,તા.હાલોલ,જિ.પંચમહાલ,પિન.૩૮૯૩૫૦,કોન્ટેક્ટ નં. ૭૫૭૫૮૦૬૧૬૫, ઇમેઇલ:crc.pms.halol.tarkhanda@gmail.com

NEW UPDATE

સી.આર.સી. તરખંડાની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે




Saturday, 9 February 2019

ICT TRAINING-PANCHMAHAL


                 તા.07-02-2019 અને તા.08-02-2019 ના રોજ બી.આર.સી.ભવન ગોધરા (અંબાલી છાત્રાલય) ખાતે બે દિવસીય ICT TEACHERS TRAINING-2019 નું આયોજન કરવામાં આવ્યું.
 જેમાં ડાયેટ સંતરામપુરના સિનિયર લેક્ચરર શ્રી બી.એમ.સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ અને 13 માસ્ટર ટ્રેનર્સને ફાળવેલ ટ્રેનિંગ સેશન સાથે 120 તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી.ફાળવેલ ટાઇમ ટેબલ મુજબ તાલીમની શરૂઆત કરવામાં આવી.


 સૌ પ્રથમ સંતરામપુર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સિનિયર લેક્ચરર શ્રી બી.એમ.સોલંકી સાહેબ દ્વારા તાલીમ આયોજન અને સંકલ્પના તેમજ શાળા અને વર્ગ સુધી આઇ.સી.ટી.નો ઉપયોગ અને મહત્વ વિશે સમજ આપવામાં આવી. 


સદર બે દિવસ દરમિયાન આ  ટાઇમ ટેબલ ઉપરાંત બારીઆ ઇશ્વરસિંહ દ્વારા ઇન્ટરેક્ટિવ એચ.ટી.એમ.એલ. પેજ મારફતે શૈક્ષણિક રમત, વિઠ્ઠલભાઇ પટેલ દ્વારા કાઇન માસ્ટર વિડિયો એડિટિંગ એપ્લીકેશન, એન.સી.ઇ.આર.ટી. બેઝ્ડ નવા અભ્યાસક્રમ (ગણિત વિજ્ઞાન ધોરણ-7-8) ના જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આધારિત વિડિયો સોફ્ટવેર, અમીતકુમાર પટેલ દ્વારા યુ-ટ્યુબ ચેનલ અને વિડિયો અપલોડ કરવાની પદ્ધતિ, કિરણસિંહ ચાવડા દ્વારા જી.સી.ઇ.આર.ટી ડિજિટલ ડેસ્ક, ગુગલ મેપ લોકેશન એડિટિંગ અને ઇન્ટરનેટ ઉપયોગ દરમિયાન રાખવાની સાવચેતી વિશે તાલીમ આપવામાં આવી.







 તાલીમમાં ઉપસ્થિત સર્વે તાલીમાર્થી અને તજજ્ઞો દ્વારા પોતાના લેપટોપ અને મોબાઇલ મારફતે તાલીમ સ્થળે પ્રેક્ટિકલ દ્વારા શૈક્ષણિક મોબાઇલ એપ્લીકેશન અને શૈક્ષણિક કમ્પ્યૂટર સોફ્ટવેર નો લાભ લીધો. અને મુશ્કેલીનું નિવારણ પ્રશ્ન ચર્ચા દ્વારા મેળવ્યું. અંતે બે દિવસની તાલીમ બાદ અંતે ગુગલ ફોર્મ મારફ્તે તાલીમના અભિપ્રાય પણ લેવામાં આવ્યા. આમ નવીન સંકલ્પના સાથેની ટેકનોલોજી જ્ઞાનની તાલીમ આકર્ષક વિષવસ્તુ, પ્રેક્ટિકલ જ્ઞાન, સુંદર રિફ્રેશમેન્ટ વ્યવસ્થા સાથે પૂર્ણ કરવામાં આવી.

Wednesday, 30 January 2019

નિદાન કસોટી તાલીમ

                    આજ રોજ તરખંડા સી.આર.સી. ખાતે જીસીઇઆરટી અને શિક્ષણવિભાગ આયોજિત ધોરણ-2 નિદાન કસોટી લેવાની હોય તે બાબતની ટેલીકોન્ફરન્સ આધારિત તાલીમ યોજવામાં આવી. 

                    આ તાલીમમાં સી.આર.સી. સમાવિષ્ટ 12 શાળાઓના ધોરણ ૩ માં ગણિત અને ગુજરાતી ભણાવતા વિષયશિક્ષકો હાજર રહ્યા. આ સાથી મુખ્ય શિક્ષક બેઠકનું આયોજન પણ કરવામાં આવેલ હતું. તાલીમ દરમિયાન બાયસેગ સ્ટુડિયોમાં હાજર શ્રી હરેશભાઇ ચૌધરી સાહેબ (અભ્યાસક્રમ કો.ઓ. જીસીઇઆરટી) દ્વારા નિદાન કસોટી સંંકલ્પના વિશે અને મહત્વ વિશે સમજ અને માર્ગદર્શન આપ્યું. ૩૧.૦૧.૨૦૧૯ અને ૦૧.૦૨.૨૦૧૯ દરમિયાન લેવાનાર કસોટી ની સંપૂર્ણ રૂપરેખા અને પૂરા દિવસની કરવાની થતી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ  સચિવ શ્રી વિનોદ રાવ સાહેબ દ્વારા વિવિધ ઉદાહરણ સાથે નિદાન અને ઉપચાર તેમજ ઝડપી શીખતા બાળકો અને ધીમી ગતિએ શીખતા બાળકો વિશે અને બાળકોની ક્ષમતા વિશે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું. ફાઉન્ડેશનલ લર્નિંગ પર ભાર મૂકવા માટે જણાવ્યું. સાથે વાંચન -લેખન-ગણન કૌશલ્યોની ખીલવણી કરવા અને સાચી નિદાન પ્રકૃયા વિશે સમજ આપી.  

                     માનનીય શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ દ્વારા શિક્ષણ વિભાગ અને ગુજરાત શિક્ષણની સ્થિતી અને કરવામાં આવતા વિવિધ પ્રયત્નો વિશે ચર્ચા કરવામાં આવી સાથે હજુ આગળ વધવા અને સુધારાત્મક કામગીરી બતાવવા માટે બનતા પ્રયત્નો કરવા હાકલ કરવામાં આવી.  રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિભાવરીબેન દ્વારા માનનીય વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા ૨.૦ કાર્યક્રમના અંશોની યાદ કરી વિવિધ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું. નિદાન અને ઉપચારની ખરી રીતો વિશે માર્ગદર્શન આપ્યું.  સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પી ભારતી મેડમ દ્વારા શિક્ષણમાં ચાલતા વિવિધ સુધારાત્મક કાર્યક્રમો અને યોજનાઓ વિ સમજ આપી શાળા કક્ષાએ અને ગુજરાત શિક્ષણ ટીમ સાથે સંકલનમાં રહી  કામગીરી કરવા સૂચન અને માર્ગદર્શન કર્યું.  ઉપરાંત એમ.આઇ.એસ એસ.એસ.એ. આસીફભાઇ દ્વારા નિદાન કસોતી બાદની ઓનલાઇન ડેટા એન્ટ્રી પ્રક્રિયાની સમજ આપવામાં આવી. અંતમાં વોટ્સએપ માધ્યયમથી મૂંંઝવતા પ્રશ્નો મેળવી તેનો સંતોષકરક પ્રત્યુતર પણ આપવામાં આવ્યો. આમ ૧૧.૦૦ થી ૧૩.૦૦ સુધીની બાયસેગ મારફતે તાલીમ પૂર્ણ કરવામાંં આવી.    

Tuesday, 29 January 2019

પ્રજ્ઞા તાલીમ

               

પંચમહાલ જિલ્લાના હાલોલ બી.આર.સી. સમાવિષ્ટ તરખંડાા સી.આર.સી. ખાતે જી.સી.ઇ.આર.ટી. પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુરના માર્ગદર્શન હેઠળ પ્રજ્ઞા શિક્ષકો માટે અભિગમ આધારિત તાલીમનું આયોજન કરવામાં આવ્યું. તાલીમનો મુખ્ય હાર્દ અભિગમ અંગેની સ્પષ્ટતા અને તે મુજબની કાર્યપ્રણાલી હતો.
               બી.આર.સી. ભવન હાલોલ તરફથી તાલીમ વર્ગોની ફાળવણી કરવામાં આવી. જેમાં ત્રણ તબક્કામાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં હાલોલ ખાતે ફતેપુરી,તરખંડા,રામેશરા, જેપુરા, મોટા ચાડવા ખાતે તાલીમ સ્થળ નક્કી કરવામાં આવ્યા. અને તાલીમ એક્સપોઝર (તાલુકાની શ્રેષ્ઠ પ્રજ્ઞા શાળા તરીકે તરખંડા, નાના જેપુરા, રામેશરા, ફતેપુરી, મોટા ચાડવા) શાળા ખાતે પસંદગી કરવામાં આવી. 

પ્રથમ તબક્કો      તા.17.01.2019 થી 18.01.2019   તરખંડા સી.આર સી.
બીજો તબક્કો      તા.21.01.2019  થી 22.01.2019    તરખંડા સી.આર સી.
ત્રીજો તબક્કો      તા.23.01.2019  થી  24.01.2019   રામેશરા સી.આર સી.

જેમાં મારી ભૂમિકા એક પ્રજ્ઞા અભિગમ તાલીમ ના માસ્ટર ટ્રેનર અને વર્ગનિયામક તરીકેની હતી. જેમાં સી.આર.સી. કો.ઓ. ઘનસરમુવાડી શ્રી જે.ડી.પુવાર સાથે રહીને તરખંડા ખાતેના બે તબક્કાની તાલીમ આપી. ત્યારબાદ ત્રીજા તબક્કામાં રામેશરા ખાતે રામેશરા સી.આર.સી.કો.ઓ.શ્રી કૌશિકભાઇ ભાભોર(વર્ગ નિયામક) સાથે મારા સાથી મિત્ર શ્રી રાજેશકુમાર કે બારીઆ માસ્ટર ટ્રેનર અને સી.આર.સી.કો.ઓ.વાંકડીયા સાથે રહી તાલીમ ફરજ અદા કરી.
               તાલીમ અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુરના સિનિયર લેક્ચરર અને હાલોલ તાલુકા લાયઝન ઓફિસર શ્રી બી.અએમ.સોલંકી સાહેબનો ખૂબજ અને હકારાત્મક સપોર્ટ રહ્યો. તેમણે પૂરો સમય હાજરી આપી. જરૂરી માર્ગદર્શન અને માહિતી આપી. સાથે હાલોલ બી.આર.સે. કો.ઓ.શ્રી ઝેડ.એલ.પીરજાદા સાહેબની પૂરા સમયની મુલાકતો દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડતા રહ્યા. 
                પ્રથમ તબક્કામાં 22 બીજા તબક્કામાં 38 અને ત્રીજા તબક્કામાં 24 જેટલા પ્રજ્ઞા શિક્ષકોએ તાલીમ લીધી અને પોતાના તાલીમ અને તજજ્ઞો અંગેના હકારાત્મક અભિપ્રાયો પણ આપ્યા. તાલીમ દરમિયાન પ્રજ્ઞા વર્ગની મુલાકાત લેવામાં આવી. અને તે આધારે જરૂરી ચર્ચા પણ કરવામાં આવી. 


Thursday, 20 December 2018

GCERT DIGITAL DESK



GCERT DIGITAL DESK માં આપનું સ્‍વાગત છે.

જીસીઇઆરટી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કાર્યરત પાયાની સંસ્‍થા છે .
                          
             આજના ઇન્ટરનેટ તથા ડીજીટલ ક્રાંતિના યુગમાં છેવાડાના માનવી સુધી શિક્ષણ સંસાધનનોના અસરકારક ઉપયોગ માટેનો GCERT – Gujarat Council of Educational Research and Training- Gandhinagar તથા NJ Charitable Trust દ્વારા નમ્ર પ્રયાસ કરવામાં આવેલ છે. જેનો ઉપયોગ શાળા સુધી કરીએ અને આવો સાથે મળી આપણે વિદ્યાર્થીઓને self learning માં મદદ કરીએ. Happy Self Learning !!


       હાલ આ ડિજિટલ ડેસ્ક પર ધોરણ ૧ થી ૧૨( આર્ટ્સ,કોમર્સ,સાયન્સ) અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં શૈક્ષણિક સાહિત્ય અપલોડ થઇ રહ્યું છે. આ ઉપરાંત JEE અને NEET માટે પણ સાહિત્ય તૈયાર થઇ રહ્યું છે. તો લાભ લેવા લેવા માટે આપ ટીચર કે પેરેન્ટ તરીકે લોગ-ઇન થઇ ને માહિતી મેળવી શકો છો.    


GCERT ડિજિટલ ડેસ્ક પર જવા માટે click here
         
સૌ પ્રથમ આ વિન્ડો જોવા મળશે. જેના પર સાઇન ઇન થવા માટે સૌ પ્રથમ આપે રજિસ્ટ્રેશન કરવું પડશે જેમાં આપનો ઇ મેઇલ એડ્રેસ અને ફોન નંબર દાખલ કરી યુઝર આઇ-ડી અને પાસવર્ડ બનાવો. ત્યારબાદ આપ આ ડેસ્કનો ઉપયોગ કરી શકો છો. 

લોગ ઇન પેજ



લોગ ઇન થયા બાદ વિન્ડોની જમણી બાજુ આપેલ STUDY PANEL પર ક્લિક કરવાથી નવી વિન્ડો ઓપન થશે જેમાં આપ આપનું માધ્યમ પસંદ કરી ધોરણવાર આભ્યાસ માટે શૈક્ષણિક સાહિત્ય, જરૂરી વિડિયો, મૂલ્યાંકન માટે ટેસ્ટ વગેરેનો ઉપયોગ કરી શકો છો.
સ્વાગત અને માહિતી વિન્ડો

સ્ટ્ડી પેનલ પર ક્લિક કરો

માધ્યમ પસંદ કરો

વિષય પસંદ કર્યા બાદ મળતી શૈક્ષણિક માહિતી 

Tuesday, 20 November 2018

ભાષા સંગમ કાર્યક્રમ

ગાઇડલાઇન ડાઉનલોડ કરવા માટે



ભાષા સંગમ કાર્યક્રમ સાંભળવા માટેની લિંક


વેબસાઇટ પર જવા માટે ક્યૂઆર કોડ સ્કેન કરો


Tuesday, 21 August 2018

EYE CHECK UP CAMP

               
   આજ રોજ હાલોલ તાલુકાના તરખંડા સી.આર.સી. સમાવિષ્ટ તરખંડા પ્રાથમિક શાળામાં હાલોલ સ્થિત સન ફાર્મા કંપની ની સહાયથી  નિ:શુલ્ક નેત્ર ચકાસણી માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. જેમાં સન ફાર્મા તરફથી પ્રતીકભાઇ પંડ્યા ખાસ ઉપસ્થિત રહી આયોજન અને માર્ગદર્શનનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો. ઉપરાંત સાથે ઉપસ્થિત  નિષ્ણાત દાક્તરી ટીમ અને સહાયકો દ્વારા અત્રેની તરખંડા પ્રાથમિક શાળા તેમજ નવી નગરી પ્રાથમિક શાળાના બાળકોની આંખોની ચકાસણી ઉત્તમ ટેકનિક અને યંત્રો દ્વારા કરવામાં આવી. જેમાં ૫ (પાંચ) બળકોને આંખો માટે ચશ્માની જરૂર ચેક અપ દ્વારા જણાઇ આવી. સાથે શાળા શિક્ષકગણ તેમજ બિન શૈક્ષણિક મધ્યાહન ભોજન યોજનાના સ્ટાફે પણ આનો લાભ લીધો. 

                     
સન ફાર્મા કંપની દ્વારા છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ શાળા તેમજ હાલોલ સ્થિત અન્ય શાળાઓને ભૌતિક-શૈક્ષણિક - બિન શૈક્ષણિક  સહાય પણ કરતા આવ્યા છે.અમારી શાળાને અનેક રીતે સન ફાર્મા કંપની સતત મદદ માટે તત્પર રહે છે. તે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ.    



    





                   
















Thursday, 2 August 2018

ઓરી અને રૂબેલા રસીકરણ કાર્યક્રમ

         આજ રોજ તા. ૦૨.૦૮.૨૦૧૮ પંચમહાલ જિલ્લાના હાલોલ બી.આર.સી.ની તરખંડા સી.આર.સી. સમાવિષ્ટ તરખંડા પ્રાથમિક શાળામાં ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત ઓરી અને રૂબેલા રસીકરણ ઝુંબેશ અન્વયે પ્રાથમિક શાળાના બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું.  
        રસીકરણ કાર્યક્રમ માટે અગાઉથી તાલુકા હેલ્થ ઓફિસર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અરાદ તરફથી આયોજન અને પૂરતી માહિતી આપવામાં આવી હતી. નક્કી કરેલ તારીખ ૦૨.૦૮.૨૦૧૮ ના રોજ ૧૧.૩૦ કલાકે શાળા સ્ટાફ સાથે મિટિંગ કરી ૧૨.૪૫ કલાકથી રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવ્યું. આ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી અરાદમાંંથી આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો. જેમાં.......
                ડૉ..આર.કે પ્રજાપતિ  ( આયુષ મેડીકલ ઓફિસર), ડૉ. નિશા પટેલ (મેડીકલ ઓફિસર અરાદ), નિલાબેન ડી જોષી ( ઇ.ચા. સુપરવાઇઝર-અરાદ), કામિનીબેન ડી પરમાર( એ.એન.એમ-અભેટવા સબ સેન્ટર). જયાબેન જે પરમાર (એફ.એચ.ડબલ્યૂં  અરાદ), રમીલાબેન એ ચાવડા (આશા ફેસીલીલેટર-તરખંડા), કમળાબેન એમ રાવળ (આશા ફેસીલીલેટર અરાદ), આશાબેન એ ચૌહાણ( આશા વર્કર-તરખંડા), ચાવડા ઉષાબેન એસ.(આશા વર્કર - ઇંટવાડી), પ્રભાતસિંહ બારીઆ ( એમ.પી.એચ.ડબલ્યુ-તરખંંડા) વગેરે એ પોતાની સેવા અને ફરજ બજાવી. 
            આ ઉપરાંત પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક હિતેષકુમાર આર. ભાટિયા દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત અગાઉથી વાલી અને એસ.એમ.સી.ને લેખિત જાણ કરવામાં આવી. તેમજ જરૂરી જનજાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવ્યા. કાર્યક્રમના દિવસે ખાસ કરીને એસ.એમ.સી. અધ્યક્ષ શ્રી નરવતસિંહજી ચાવડા અને એસ.એમ.સી. સભ્યો પણ હાજર રહ્યા. આ ઉપરાંત બાળકોને પ્રોત્સાહન આપવા તેમજ ડર દૂર થાય તે માટે વાલીઓ પણ હાજર રહ્યા. શાળા સ્ટાફ ઉષાબેન પરમાર, પ્રવીણાબેન પટેલ, કૈલાશબેન પટેલ, મનિષાબેન જાદવ, રાકેશકુમાર પટેલ,અમીતકુમાર પટેલ તમામે પોતાના વર્ગખંડના બાળકોને પૂરતું માર્ગદર્શન આપી રસીકરણ માટે તૈયાર કર્યા. અને જરૂર જણાયે વાલીઓને પણ ફોન મેસેજ દ્વારા સંપર્ક કર્યો. શાળામાં તકેદારી રૂપે પૂરતાં પગલાંં લેવામાં આવ્યા હતા. મધ્યાહન ભોજન અંતર્ગત મળતું ભોજન બાળકોને સવારે ૧૧.૧૫ કલાકે આપવામાં આવ્યું હતું. અને રસીકરણ બાદ બાળકોને પૂરતો સમય આરામ આપવામાં આવ્યો અને દેખભાળ પણ રાખવામાં આવી. રસીકરણ બાદ પણ બાળકોનો રિવ્યૂ લેવામાં લેવામાં આવ્યો જે મુજબ બાળકો ખુશ જણાતા હતા.  
હિતેષ આર ભાટિયા-મુખ્ય શિક્ષક તરખંડા પ્રાથમિક શાળા 


 આ સાથે આરોગ્ય કેન્દ્ર અરાદ દ્વારા શાળા શિક્ષકમિત્રોની ડાયાબિટીસ ચેક-અપ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો. 





મનિષાબેન એસ. જાદવ આ.શિ. તરખંડા પ્રા.શાળા 

કિરણસિંહ ચાવડા સી.આર.સી. કો.ઓર્ડીનેટર સી.આર.સી.તરખંડા