તા.૩૦/૦૭/૨૦૧૮ ના રોજ હાલોલ તાલુકાના તરખંડા ક્લસ્ટર રિસોર્સ સેન્ટર સમાવિષ્ટ શાળાઓમાં મિશન વિદ્યા અંતર્ગત રાજ્યકક્ષાના અધિકારી
શ્રી જી.સી.બ્રહ્મભટ્ટ (IAS)
ADDITIONAL CHIEFEXECUTIVE OFFICER,
GUJARAT STATE DISASTER MANAGEMENT AUTHORITY,
હાલોલ તાલુકાના તરખંડા સી.આર.સી.માં ૬ થી ૮ ધોરણ ધરાવતી કુલ ૬ શાળાઓ છે. જેમાં અભેટવા, ઇંટવાડી, નવા ઝાંખરીઆ, જુના ઝાંખરીઆ, તરખંંડા અને ત્રિકમપુરા ગામની પ્રા.શાળાઓનો સમાવેશ થાય છે. મિશન વિદ્યા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાની મુલાકાત માટે મારા ક્લસ્ટરની પસંદગી કરવામાં આવી. જે બદલ હું મારા તાલુકાના બ્લોક રિસોર્સ સેન્ટરના કો ઓર્ડીનેટર શ્રી ઝેડ.એલ.પીરજાદા સાહેબનો આભાર વ્યક્ત કરું છું. કે મુલાકાત થી મને મારા માર્ગદર્શન અને શાળા કક્ષાએ મે કરેલા પ્રયત્નોનું મૂલ્યાંકન રાજ્ય કક્ષાના અધિકારી સાહેબ શ્રી દ્વારા થશે.
થનાર મુલાકાત અન્વયે મેં શાળાઓને જાણ કરી, જરૂરી દસ્તાવેજી કરણ અને શિક્ષણ પ્રક્રિયા, સંદર્ભ સાહિત્ય વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું
.
નિયત કરેલ તા.૩૦.૦૭.૨૦૧૮ ના રોજ સૌ ૬ અપર પ્રાયમેરી શાળાઓ પૈકી તરખંડા, ઇંટવાડી અને અભેટવા પ્રા.શાળાની મુલાકાત લેવામાંં આવી.
રાજ્ય કક્ષાના અધિકારી જી.સી.બ્રહ્મભટ્ટ સાહેબ સાથે લાયઝન અધિકારી ઝેડ.એલ.પીરજાદા સાહેબ દ્વારા સૌપ્રથમ તરખંડા પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી. તરખંડા પ્રાથમિક શાળામાં મુલાકાત સમયે એસ.એમ.સી. અધ્યક્ષ શ્રી નરવતસિંહજી ચાવડા અને સભ્ય શ્રી ગોરધનસિંહજી ચાવડા પણ હાજર રહ્યા હતા.
સૌ પ્રથમ એસ.એમ.સી. અધ્યક્ષના હસ્તે પુષ્પ ગુચ્છ અર્પણ કરી સહેબ શ્રીનું સ્વાગત કરવામાં આવ્યું. અને બાળાઓ દ્વારા કુમ કુમ તિલક કરવામાં આવ્યું.
સૌ પ્રથમ રાજ્ય કક્ષાએથી ફળવાયેલ સમયપત્રક મુજબ ધોરણ ૮ ના વર્ગથી મુલાકાતનો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં તમામ ધોરણમાં વાંચન આધારિત ઉપચારાત્મક શિક્ષણ કાર્યનું સાહેબશ્રી દ્વારા ચકાસણી કરવામાં આવી.
સાથે માર્ગદર્શન અને પ્રોત્સાહક સૂચન કરવામાં આવ્યા. પ્રિય બાળકો તેમજ વર્ગના અન્ય બાળકોની વાંચન આધારિત ચકાસણી પણ કરવામાં આવી. જે દરમિયાન સાહેબશ્રીની બાળકો પ્રત્યેની લાગણી અને સહજ સ્વભાવના દર્શન થયા. આ ઉપરાંત વર્ગખંડ ફાઇલ ડોક્યુમેન્ટ, હાજરી પત્રક, બાળકોની નોંધપોથી વગેરેની ચકાસણી કરવામાં આવી.
મૂલ્યાંકન બાદ એસ.એમ.સી અધ્યક્ષ, મુખ્ય શિક્ષક હાજર સભ્યો, મ.ભો.યો. સંચાલક સાથે બેઠક યોજીઅને શિક્ષણ અને શાળાને લગતા સૂચન કરવામાં આવ્યા તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં સાહેબશ્રી નૈતિક ફરજ, સામાજિ જવાબદારી, શિક્ષકની ભૂમિકા, શાળા વ્યવસ્થાપન સમિતીની ફરજો અને જવાબદારી વગેરે વિશે ચર્ચા કરી.
આ ઉપરાંત તેમણે ટકોર પણ કરી કે બાળકને શાળાએ આવવું ગમે તેવું વાતાવરણ પેદા કરવું તેમજ અન્ય કોઇ વિભાગના અધિકારીને શાળા કક્ષાએ મુલાકાત માટે આવવું જ ન પડે તેવું કાર્ય કરવું,
શિક્ષક પર સમાજનો વિશ્વાસ કેળવાય રહે, અને ગુરૂ પદ શોભે તેવા માર્ગદર્શન સૂચન અને વિચારો વ્યક્ત કરવામાં આવ્યાં.
આજ રીતે ઇંટવાડી પ્રાથમિક શળા ખાતે ૧૧.૩૦ થી ૧૨.૩૦ દરમિયાન ગણન અંતર્ગત મૂલ્યાંકન કરવામાં આવ્યું. અત્રેની શાળામાં એસ.એમ.સી અધ્યક્ષની હાજરી જોવા મળી. મુલાકાત દરમિયાન સાહેબશ્રી એ બાળકોને આવડી છે પરંતુ તેને બહાર લાવવાના પ્રયત્ન કરવા તે માટે તેમનામાં આત્મવિશ્વાસ જગાડવાની જરૂર છે. જેવા માર્ગદર્શન શબ્દો રજૂ કર્યા.
આજ રીતે ૦૩.૦૦ થી ૦૪.૦૦ દરમિયાન લેખન કાર્યની ચકાસણી અભેટવા પ્રાથમિક શાળામાં કરવામાં આવી. જે દરમિયાન બી.આર.સી. કૉ.ઓર્ડીનેટર સાહેબ દ્વારા મિશન વિદ્યા અંતર્ગત નિભાવવાના થતા ડોક્યુમેન્ટ તેમજ બાળકોને નોટબુક ચકાસવામાં આવી.
અંતે મારા ક્લસ્ટરની એક સફળ મુલાકાત સાહેબ શ્રી દ્વારા કરવામાં આવી. અને બી.આર..સી. કૉ.ઓ.સાહેબ સાથે મુલાકાત દરમિયાનના મારા ક્લસ્ટર વિશેના અનુભવોની ચર્ચા કરી.
આજ રીતે ૦૩.૦૦ થી ૦૪.૦૦ દરમિયાન લેખન કાર્યની ચકાસણી અભેટવા પ્રાથમિક શાળામાં કરવામાં આવી. જે દરમિયાન બી.આર.સી. કૉ.ઓર્ડીનેટર સાહેબ દ્વારા મિશન વિદ્યા અંતર્ગત નિભાવવાના થતા ડોક્યુમેન્ટ તેમજ બાળકોને નોટબુક ચકાસવામાં આવી.
અંતે મારા ક્લસ્ટરની એક સફળ મુલાકાત સાહેબ શ્રી દ્વારા કરવામાં આવી. અને બી.આર..સી. કૉ.ઓ.સાહેબ સાથે મુલાકાત દરમિયાનના મારા ક્લસ્ટર વિશેના અનુભવોની ચર્ચા કરી.






















