સી.આર.સી.તરખંડા શિક્ષક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સી.આર.સી.તરખંડા,તા.હાલોલ,જિ.પંચમહાલ,પિન.૩૮૯૩૫૦,કોન્ટેક્ટ નં. ૭૫૭૫૮૦૬૧૬૫, ઇમેઇલ:crc.pms.halol.tarkhanda@gmail.com

NEW UPDATE

સી.આર.સી. તરખંડાની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે




Saturday, 10 December 2016

CRC BRC RECRUITMENT


  • બી.આર.સી./યુ.આર.સી. અને સી.આર.સી. કો.ઓર્ડિનેટરની 
  • જાહેરાત 
  • સંદર્ભે Online અરજી તા. ૧૬/૧૨/૨૦૧૬ થી બપોરે ૧૩.૫૯ 
  • કલાકથી કરી શકાશે.
🔗LINK🔗


Friday, 9 December 2016

બી.આર.પી.(BRP) Pragna Registration માટે

🔗બી.આર.પી. પ્રજ્ઞા રજિસ્ટ્રેશન માટે લિંક🔗 

(Pragna)  BRP Registration  




બી.આર.પી. લોગ ઇન માટે 
LOG IN




BRC (બી.આર.સી.) મિત્રોને શાળા/વર્ગખંડ અવલોકન ફોર્મ ઓનલાઇન અપલોડ કરવા માટે 


Wednesday, 27 July 2016

શાળા કક્ષાએ ભાષા મંડળની રચના માટે EXCEL FILE નમૂનો ડાઉનલોડ કરો.

ગણિત-વિજ્ઞાન મંડળ

શાળા કક્ષા અને સી.આર.સી. કક્ષા ગણિત - વિજ્ઞાન મંડળની રચના માટે EXCEL FILE નમૂનો ડાઉનલોડ કરો.


શાળા સ્વચ્છતા રજિસ્ટર

શાળા સ્વચ્છતા રજિસ્ટર 

EXCEL  ફાઇલ ડાઉનલોડ કરો . 
                   જુન માસથી એપ્રિલ માસ સુધીના માસ મુજબ પ્રિન્ટ કરી શકાય. પ્રિન્ટ  કર્યા પછી  બાળકોના નામની યાદી વાળું પેજ કુમાર કન્યા અલગ કરી પહેલા પેજના જમણા છેડે ધાર પર આડી રેખાઓ ક્રમમાં આવે તે રીતે પેજ સાઇઝથી બહાર રહે તે રીતે ચોંટાડવું જેથી વારંવાર નામ ન લખવા પડે. પેજ બદલતાં પણ નામ દેખાય. સ્વચ્છતા ચકાસણીના મુદ્દા ની ઉપર ખાલી ખાનામાં  જે તે માસની સોમવારની તારીખ લખવી.દર સોમવારે શાળામાં(વર્ગવાર) બાળસંસદ હેઠળ પસંદ કરેલ બાળકો (સ્વચ્છતા દૂત) કે સ્વચ્છતા મંત્રી દ્વારા બાળકોની મુદ્દા આધારિત ચકાસણી કરવી અને   હા /  ના  ની નોંધ બાળકના નામ સામે કરવી. 
                                                                                        - ૭૫૭૫૮૦૬૧૬૫ સી.આર.સી.તરખંડા 

Monday, 25 July 2016

અંગ્રેજી નિદાન કસોટી

ધોરણ ૫-૬-૭ માં પ્રવેશ મેળવતા  બાળકો માટે  
અંગ્રેજી વિષય જ્ઞાન ચકાસવા માટે 
જુન-જુલાઇ માસમાં લેવા માટે નિદાન કસોટીનો નમૂનો

શાળા બચત બેંક

EXCEL  ફાઇલ નમૂનો ડાઉનલોડ કરો
શાળા બચત બેંક પાસબુક 


Tuesday, 19 July 2016

સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર યોજના

                       
સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર યોજના માટે શાળા નોમિનેશન માટે ફોર્મ 

સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર યોજના માટે શાળાને માર્ગદર્શનરૂપ 
CIRCULAR


નોમિનેશન અને શાળા રજિસ્ટ્રેશન માટે મોબાઇલ એપ ડાઉનઓડ કરો
DOWNLOAD APP

અથવા 

ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે http://mhrd.gov.in/ ની નીચે દર્શાવેલ લિંક પર જાઓ.










Sunday, 22 May 2016

Monday, 22 February 2016

માતૃભાષા દિવસ

૨૧ મી ફેબ્રુઆરી ૨૦૧૬ (માતૃભાષા દિવસ) 

જુના ઝાંખરીઆ પ્રા.શાળા 
           માનવ સંશાધન વિકાસ મંત્રાલયન્યૂ દિલ્હી દ્વારા સમગ્ર દેશમાં તા. ૨૧.૦૨.૨૦૧૬ ના રોજ માતૃભાષા દિન ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
તરખંડા પ્રા.શાળા 




            જે અન્વયે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીગાંધીનગર ના આદેશ અને જિલ્લા શિક્ષણ સમિતીની સૂચના પ્રમાણે  તા. ૨૦.૦૨.૨૦૧૬-શનિવાર ના રોજ સી.આર.સી સમાવિષ્ટ શાળાઓમાં માતૃભાષા દિનની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી.

ગમીરપુરા પ્રા.શાળા 
છબાપુરા પ્રા.શાળા 
        મળેલ પરિપત્ર અને સૂચના મુજબ શાળાઓમાં સંગીત અને નાટક સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધલેખન સ્પર્ધા, ચિત્રસ્પર્ધા અને આ સિવાય અન્ય પ્રવૃતિઓ જેમ કે કાવ્યગાન, આદર્શ ગુજરાતી વાંચન, લોકગીત સ્પર્ધા, દુહા-છંદ ગાન જેવી વિવિધ સ્પર્ધાઓ કરવામાં આવી. 


         
તરખંડા પ્રા.શાળા 
છબાપુરા પ્રા.શાળા 
પ્રવૃતિઓના આયોજન અને માતૃભાષા દિનની સફળ ઉજવણી માટે શાળાઓમાં અગાઉથી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર બાળકોની યાદી તૈયારકરવામાં આવી. અને શાળા પુસ્તકાલય અને અન્ય સંદર્ભ સાહિત્યની મદદ લઇ ભાગ લેનાર બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
         




તરખંડા પ્રા.શાળા 
શાળામાં ડિસ્પ્લે બોર્ડ અને નોટીસ બોર્ડ પર માતૃભાષા દિન અને ગુજરાતી તેમજ ગુજરાતનું ગૌરવ દર્શાવતા  ચિત્રો, સૂક્તિ, કાવ્યો, સાહિત્ય લેખ,ગુજરાતી સાહિત્યને લગતું પુસ્તક પ્રદર્શન અને સાહિત્યકારોનું ચિત્ર પ્રદર્શન કરવામાં આવ્યું.
તરખંડા પ્રા.શાળા 

















   જગતમાં કોઈ અક્કલવાળી પ્રજા બાળકને પહેલો કક્કો માતૃભાષા
       સિવાયનો શીખવતી નથી.વિચાર, સ્વપ્ન, લાગણી, રુદન અને ક્રોધ જેવા  
          આવેગો જે ભાષામાં રજૂ થાય, તે શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ ગણાય.
                                                                               ~ ચંદ્રકાન્ત બક્ષી
 ‘માતાના ધાવણ સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે, તેની અને  
          શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફત કેળવણી   
          લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યા છીએ તેનું ભારે
          પ્રાયશ્ચિત આપણે કરવું પડશે.
                                                                                ~ ગાંધીજી

Thursday, 18 February 2016

ccc માટે html game

   



ગેમની કલરફુલ ઇફેક્ટ માટે જાવા ઇનેબલ જરૂરી છે.આ ગેમ ઉબન્ટુ લિનક્સમાં પણ રન થાય છે. rar  ફાઇલને પુરેપુરી એક્સટ્રેટ કરી દેવી.  એક પણ ફોલ્ડર કે ફાઇલ ડિલીટ કરવી નહીં. વેબપેજમાં ઓપન થશે. પણ ગેમ ઓફલાઇન છે. 

૨૧ મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ

વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી માટે જરૂરી સાહિત્ય-પરિપત્ર ડાઉનલોડ કરો. 











Sunday, 31 January 2016

એક સફળ વાર્તા

એક સફળ વાર્તા

           ગુણોત્સવ ૨૦૧૫-૧૬ અંતર્ગત આ શાળાની મુલાકાત દરમિયાન આ શાળામાં પાણીની સુવિધા અને બાગબગીચાની સુવિધામાં શૂન્ય ગુણ, કેમ કે શાળામાં પાણીની સુવિધાના નામે મીંડુ છે............
આચાર્ય શ્રી દેવેન્દ્રકુમાર પટેલ 
   આ વાર્તા મારા ક્લસ્ટરની એક શાળાની છે. તરખંડા તા. હાલોલ સી.આર.સી. સમાવિષ્ટ કાશીપુરા પ્રા.શાળા ૧ થી ૫ ધોરણ ધરાવે છે. અને બે શિક્ષકો ફરજ બજાવે છે. ગામ નાનું છે. જેથી શાળામાં  ૪૧ જેટલા બાળકો અભ્યાસ કરે છે. શાળામાં મહેકમ પ્રમાણે બે શિક્ષકો ફરજ બજાવે છે. દેવેન્દ્રકુમાર પટેલ અને અલ્કાબેન પટેલ. શાળામાં હાલ એક જ વર્ગખંડ ઉપયોગમાં લેવાય તેવી સ્થિતીમાં છે. અને સેનીટેશન સુધીની પૂરતી સુવિધા ધરાવે છે.આ તો થયો શાળાનો પરિચય. 
હાલ આ શાળા પાણીની પૂરતી સુવિધા ધરાવે છે. બાળકો ખુશીથી ચકલીએ(નળ) પાણી પીવે છે. અને મજા માણે છે. સેનીટેશનનો ઉપયોગ કર્યા પછી અને જમતા પહેલાં બાળકો હાથ ધુએ છે અને મધ્યાહન ભોજન લીધા પછી થાળી પણ સાફ કરે છે. મધ્યાહન ભોજન સ્ટાફને પણ હવે પાણીની કોઇ તકલીફ પડતી નથી. સહેલાઇથી પૂરતું પાણી મળી રહે છે. 
           ગુણોત્સવ મુલાકાતથી આગલા દિવસોની વાત કરીએ તો  પીવાનું અને વપરાશનું પાણી મેળવવું આ શાળા માટે ઘણું જ મુશ્કેલ હતું. શાળામાં એક હેન્ડપંપ હતો પણ પાણી ખારાશવાળું. બાળકોને પાણી પીવા માટે ઘરે જવું પડે અથવા તો સાથે બોટલ રાખવી પડે. શાળાના શિક્ષકો પણ પાણીની બોટલ ઘરેથી સાથે લઇને આવતા હતા. ગામમાં પણ પાણીની મોટી તકલીફ છે. ગામના લોકો પણ પીવાનું પાણી ગામ બહાર કૂવા પરથી મેળવે છે.


         ચાલુ વર્ષે સરકારશ્રીના સૂચન મુજબ શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૧૬ ના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં  પંચમહાલ જીલ્લાના જીલ્લા રોજગાર અધિકારી શ્રી મુકેશ જે.પ્રજાપતિ સાહેબ આ શાળાની મુલાકાત આવ્યા. જેમની સાથે લાયઝન અધિકારી તરીકે મારે ફરજ બજાવવાની થતી હતી. શાળાના શિક્ષકોના આયોજન અને પૂર્વતૈયારી તેમજ બાળકોનો પ્રતિભાવ અધિકારી સાહેબશ્રીને ખૂબ ગમી ગયો. ગામલોકોની હાજરી જોઇ શાળાની કામગીરીની સફળતાના તેમણે ત્યાં જ વખાણ કર્યા
ડાબેથી પ્રથમ જીલ્લા રોજગાર અધિકારી સાહેબ અને
સાથે ગામના અગ્રણી શ્રી નરવતસિંહ પરમાર 

      જાન્યુઆરી માસની ૭-૮-૯ તારીખ દરમિયાન ગુણોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અને સરકારશ્રીની સૂચના મુજબ પ્રવેશોત્સવમાં મુલાકાત લીધેલ અધિકારી દ્વારા જ ગુણોત્સવ દરમિયાન શાળાની શૈક્ષણિક અને ભૌતિક સ્થિતીનું મૂલ્યાંકન થવાનું હતું. જેથી તા. ૦૯.૦૧.૨૦૧૬ ના રોજ જિલ્લા રોજગાર અધિકારી સાહેબશ્રી મુકેશ જે. પ્રજાપતિ સાહેબ સાથે લાયઝન તરીકે ફરી આ શાળાની મુલાકાતે આવવાનું થયું. ખુશીની વાત એ હતી કે આજે મુલાકાત દરમિયાન સાહેબશ્રીના પત્નિ અને પુત્રી પણ આવવાના હતા. સમય પ્રમાણે શાળાની મુલાકાતે આવ્યા. શાળામાં ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. અને સમયપત્રક મુજબ શાળામાં પ્રાર્થના સંમેલન દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી બાળકોની પ્રાર્થના અને સંગીતે અમારું મન મોહી લીધું. બાળકોની વાંચન લેખન ગણન ચકાસણી દરમિયાન બાળકોના શૈક્ષણિક જ્ઞાન અને જવાબો પ્રભાવિત કરે તેવા હતા. સાહેબશ્રીની પુત્રી ચકુ(આરાધ્યા) તો બાળકો સાથે બપોરના સમયે મધ્યાહન ભોજન પણ બાળકો સાથે લીધું. સાહેબશ્રીની પત્નીએ પણ બાળકો સાથે ચર્ચા કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા.
         હવે વારો આવતો હતો શાળાની ભૌતિક સ્થિતીનું મૂલ્યાંકન કરવાનો અને શાળામાં સંશાધનોનો ઉપયોગ અને લોકભાગીદારીનું  ફોર્મ ભરવાનો. આ દરમિયાન શાળામાં પાણી અને શૌચાલય વિભાગમાં પીવાના પાણીની સુવિધામાં મેં માર્ક્સ પર ટિક માર્ક કર્યું. આ જોઇ સાહેબે મને પ્રશ્ન કર્યો કે શૂન્ય કેમ? મેં જવાબમાં કહ્યું કે - સાહેબ આ શાળામાં પીવાના પાણીની સુવિધા બિલકુલ નથી, સેનીટેશનમાં પણ સફાઇ માટે પાણી નથી. પાણી ન હોવાને કારણે બાગબાની પણ નથી. તો માર્ક્સ કઇ રીતે મળે ?’  આ જવાબ સાંભળી સાહેબશ્રીએ દુ:ખની લાગણી અનુભવી. શાળાની શૈક્ષણિક સ્થિતીથી તેમને સંતોષ હતો. સાહેબશ્રીએ પાણીની તકલીફ વિશે પૂરી માહિતી મેળવી. શાળા વ્યવસ્થાપન સમિતી અને ગામલોકો સાથે પણ ચર્ચા કરી. શાળામાં પીવાના પાણીની સુવિધા ઉભી કરવા માટે વિચારો મૂક્યા અને શિક્ષકો તથા ગામલોકોના મંત્વયો લીધા. શાળામાં  મળતી ગ્રાન્ટ વિશે પણ ચર્ચા કરી. પણ ૧ થી ૫ ધોરણની શાળા હોવાથી ગ્રાન્ટ ૧૨૫૦૦ જેટલી જ મળતી હોવાનો આચાર્યશ્રીએ જવાબ આપ્યો. પાણીની સુવિધા કરવા માટે ૨૫૦૦૦ જેટલી રકમની જરૂર પડે તેમ હતી. સાહેબ શ્રી એ લોકફાળા વિશે પણ વિચાર મૂક્યો.
જીલ્લા રોજગાર અધિકારી સાહેબ-૨૦૧૫-૧૬ તરફથી શાળાને મળેલ ભેટ 
          આ શાળામાં પાણીની સુવિધા માટે સાહેબશ્રીએ વિચાર તો મૂક્યો સાથે બાળકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આર.ઓ. સિસ્ટમ આપવાની જાહેરાત કરી. તે માટે જરૂરી પાણી સપ્લાયની વ્યવસ્થા શાળા અને ગામલોકોના સહકારથી તૈયાર કરવાની પ્રેરણા આપી.  
         સાહેબના આ વિચારથી  અમને પ્રેરણા મળી અને આજ દિન સુધી જે સુવિધા શક્ય નથી બની તેને પૂર્ણ કરવા માટે સૌ હાજર ગામલોકોએ હકારાત્મક પ્રતિભાવ આપ્યા અને વિચારને વધાવી લીધો. સાહેબશ્રી સિવાય આ કાર્યમાં  સૌથી વિશેષ ફાળો રહ્યો ગામના અગ્રણી અને દરરોજ શાળાની મુલાકાત લેતા, શાળા તથા ગામ પ્રત્યે લાગણી ધરાવતા નરવતસિંહ પરમારનો. જેમણે તે જ સમયે શાળાને જરૂરી નાણાંકીય સહાય કરવાની જાહેરાત કરી. અને કાર્યની શરૂઆતનું પ્રથમ પગલું ભર્યું.
     નરવતસિંહની મદદથી અને સાહેબશ્રીની પ્રેરણાથી આચાર્યશ્રીએ શાળામાં પાણીની સંપૂર્ણ સુવિધા કરવાનો નિર્ણય લીધો. ૧૮.૦૧.૨૦૧૬ ના રોજ શાળામાં પ્લમ્બીગનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું. અને નરવતસિંહ પરમારની સાથે રહી આ જ દિવસે સબમર્શિબલ મોટર લાવવામાં આવી.(મોટરની કિંમતના તમામ નાણાં શરૂઆતમાં તો નરવતસિંહ પરમારે જ ચૂકવેલા છે)  અને બોરમાં ઉતારી શ્રીફળ વધેરી સાંજે  ૧૬.૪૭ મિનિટે પાણી ચાલું કરવામાં આવ્યું અને હાજર ગામલોકો, આચાર્ય સાહેબ, નરવતસિંહ પરમારે હાશકારો અને ખુશીની લાગણે અનુભવી. આ સફળ કાર્ય કરવામાં મને પણ સ્થાન મળ્યું હતું, જે  બાબતે હું પણ ખુશીની લાગણી અનુભવું છું.

         ૨૫.૦૧.૨૦૧૬ના રોજ જીલ્લા રોજગાર સાહેબ શ્રી મુકેશ જે પ્રજાપતિ સાહેબનો ફોન આવ્યો કે આર.ઓ. મશીન લઇને માણસો આવે છે. સાંજે ૪.૪૫ સુધીમાં આર.ઓ. મશીનનું ફિટિંગ પૂર્ણ કરવામાં આવ્યું અને કાશીપુરા પ્રાથમિક શાળામાં પાણીની સુવિધા સંપૂર્ણ બની. સમગ્ર કાર્ય દરમિયાન શાળા સ્ટાફ, ખાસ કરીને ગામના આગેવાન નરવતસિંહ પરમાર અને સાહેબશ્રીનો સહકાર રહ્યો અને સાહેબની પ્રેરણાથી આજ દિન સુધી અટકી રહેલી પીવાના પાણીની સુવિધા મેળવી. સાહેબના વિચારો અને સહકારના અમે આભારી છીએ. 
        ૨૭.૦૧.૨૦૧૬ ના રોજ ફરી આ શાળાની મુલાકાત લેવામાં આવી. બાળકો પાણીની સુવિધાનો હોંશથી ઉપયોગ કરે છે.

Friday, 29 January 2016

26 મી જાન્યુઆરી 2016 "દીકરીને સલામ દેશને નામ"

દીકરીને સલામ દેશને નામ
                 ચાલુ વર્ષે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને સમાજમાં સ્ત્રીનું સ્ન્માન જળવાય તે હેતુસર સરકારશ્રી નિર્ણય મુજબ ૬૭ મા પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતી દ્વારા ગામમાં વધુ ભણેલી દીકરી દ્વારા ધ્વજવંદન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.
       જે અન્વયે સી.આર.સી. તરખંડા સમાવિષ્ટ શાળાઓમાં દીકરીને સલામ દેશને નામ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. તમામ ગ્રામજનોને શાળાઓમાં આ કાર્યક્રમ વિશે અગાઉથી પરિપત્ર મુજબ માર્ગદર્શન મેળવી તમામને એજેન્ડા અનુસાર હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું.
        ગામમાં સૌ પ્રથમવાર આવો ગૌરવપૂર્ણ કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે જેના માટે કાર્યક્રમ કરવાનો છે તેવી દીકરીઓને અને તેમના માતા-પિતાને ખાસ આમંત્રણ પત્રિકા આપી અને ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું.  આ ઉપરાંત કન્યાજન્મ અંગે જાગૃતતા કેળવાય તે માટે ચાલુ વર્ષે એપ્રિલ ૨૦૧૫ થી જાન્યુઆરી ૨૦૧૬ દરમિયાન નવી જન્મેલ દીકરીઓ અને તેમના માતા-પિતાને પણ આમંત્રણ આપવામાં આવ્યું.
               ગામમાં સૌથી વધુ ભણેલ અને હાલમાં ગામમાં રહેતી દીકરીને મુખ્ય અતિથી બનાવી તેના હાથે ધ્વજવંદન કરાવવામાં આવ્યું જે તેમના માટે અને ગામ તથા શાળા મટે બહુ ગૌરવની બાબત લાગી.તમામ શાળાઓ અને આ માટે ગામમાંથી સારો પ્રતિસાદ પણ મળ્યો. તેમજ શાળા- શાળા વ્યવસ્થાપન સમિતી દ્વારા આ દીકરી ને સન્માન રૂપે  સન્માન પત્ર તેમજ સ્મૃતિપત્ર સાથે શાળા વ્યવસ્થાપન સમિતી અને ગ્રામજનો દ્વારા ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા સહ આશીર્વાદ પણ આપવામાં આવ્યા.
           આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળાઓમાં એસ.એમ.સી. કક્ષાએ ખાસ વાલી સંમેલનનું પણ આયોજન કરવામં આવ્યું. અને શાળા વિકાસના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી.
 



























             
             

અ.નં
શાળા
એપ્રિલ ૨૦૧૫ થી જાન્યુ.૨૦૧૬ દરમિયાન જન્મેલી દીકરીઓ
ગામમાં વધુ ભણેલ દીકરી
અભ્યાસ
તરખંડા
૧૪
ચૌહાણ કિર્તીબેન તખતસિંહ
એમ.એ. બી.એડ.
ઇંટવાડી
ચારણ મિત્તલબેન લાલાભાઇ
બી.એ. પ્રથમ વર્ષ
અભેટવા
૩૩
રાઠવા નીરૂબેન
બી.કોમ. તૃતીય વર્ષ
નવા ઝાંખરીઆ
૨૦
રાઠોડ અંજનાબેન ભરતસિંહ
પી.ટી.સી. બી.એ.
જુનાઝાંખરીઆ
રાઠવા પ્રેમીલાબેન ઉદેસિંહ
એચ.એસ.સી. નર્સિંગ
ત્રિકમપુરા
પરમારધર્મિષ્ઠાબેન વિજયસિંહ
બી.એ. બીજુ વર્ષ
છબાપુરા
પરમાર પુષ્પાબેન નગીનભાઇ
એચ.એસ.સી. ચાલું
ગઢમહુડા
જાદવ શીતલબેન સોમસિંહ
એચ.એસ.સી. ચાલું
ગમીરપુરા
પરમાર દક્ષાબેન ગણપતસિંહ
એસ.એસ.સી.
૧૦
કાશીપુરા
પરમાર સંગીતાબેન ગણપતભાઇ
એચ.એસ.સી. ચાલું
૧૧
નવીનગરી
પરમાર હીનાબેન હસમુખભાઇ
એચ.એસ.સી. કોમ્પ્યુ.ડિપ્લોમા
૧૨
શામળદીવીની મુવાડી
સુધાબેન બાબુભાઇ પરમાર
એસ.એસ.સી.