સી.આર.સી.તરખંડા શિક્ષક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સી.આર.સી.તરખંડા,તા.હાલોલ,જિ.પંચમહાલ,પિન.૩૮૯૩૫૦,કોન્ટેક્ટ નં. ૭૫૭૫૮૦૬૧૬૫, ઇમેઇલ:crc.pms.halol.tarkhanda@gmail.com

NEW UPDATE

સી.આર.સી. તરખંડાની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે




Monday, 22 February 2016

માતૃભાષા દિવસ

૨૧ મી ફેબ્રુઆરી ૨૦૧૬ (માતૃભાષા દિવસ) 

જુના ઝાંખરીઆ પ્રા.શાળા 
           માનવ સંશાધન વિકાસ મંત્રાલયન્યૂ દિલ્હી દ્વારા સમગ્ર દેશમાં તા. ૨૧.૦૨.૨૦૧૬ ના રોજ માતૃભાષા દિન ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
તરખંડા પ્રા.શાળા 




            જે અન્વયે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીગાંધીનગર ના આદેશ અને જિલ્લા શિક્ષણ સમિતીની સૂચના પ્રમાણે  તા. ૨૦.૦૨.૨૦૧૬-શનિવાર ના રોજ સી.આર.સી સમાવિષ્ટ શાળાઓમાં માતૃભાષા દિનની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી.

ગમીરપુરા પ્રા.શાળા 
છબાપુરા પ્રા.શાળા 
        મળેલ પરિપત્ર અને સૂચના મુજબ શાળાઓમાં સંગીત અને નાટક સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધલેખન સ્પર્ધા, ચિત્રસ્પર્ધા અને આ સિવાય અન્ય પ્રવૃતિઓ જેમ કે કાવ્યગાન, આદર્શ ગુજરાતી વાંચન, લોકગીત સ્પર્ધા, દુહા-છંદ ગાન જેવી વિવિધ સ્પર્ધાઓ કરવામાં આવી. 


         
તરખંડા પ્રા.શાળા 
છબાપુરા પ્રા.શાળા 
પ્રવૃતિઓના આયોજન અને માતૃભાષા દિનની સફળ ઉજવણી માટે શાળાઓમાં અગાઉથી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર બાળકોની યાદી તૈયારકરવામાં આવી. અને શાળા પુસ્તકાલય અને અન્ય સંદર્ભ સાહિત્યની મદદ લઇ ભાગ લેનાર બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
         




તરખંડા પ્રા.શાળા 
શાળામાં ડિસ્પ્લે બોર્ડ અને નોટીસ બોર્ડ પર માતૃભાષા દિન અને ગુજરાતી તેમજ ગુજરાતનું ગૌરવ દર્શાવતા  ચિત્રો, સૂક્તિ, કાવ્યો, સાહિત્ય લેખ,ગુજરાતી સાહિત્યને લગતું પુસ્તક પ્રદર્શન અને સાહિત્યકારોનું ચિત્ર પ્રદર્શન કરવામાં આવ્યું.
તરખંડા પ્રા.શાળા 

















   જગતમાં કોઈ અક્કલવાળી પ્રજા બાળકને પહેલો કક્કો માતૃભાષા
       સિવાયનો શીખવતી નથી.વિચાર, સ્વપ્ન, લાગણી, રુદન અને ક્રોધ જેવા  
          આવેગો જે ભાષામાં રજૂ થાય, તે શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ ગણાય.
                                                                               ~ ચંદ્રકાન્ત બક્ષી
 ‘માતાના ધાવણ સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે, તેની અને  
          શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફત કેળવણી   
          લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યા છીએ તેનું ભારે
          પ્રાયશ્ચિત આપણે કરવું પડશે.
                                                                                ~ ગાંધીજી

No comments:

Post a Comment