સી.આર.સી.તરખંડા શિક્ષક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સી.આર.સી.તરખંડા,તા.હાલોલ,જિ.પંચમહાલ,પિન.૩૮૯૩૫૦,કોન્ટેક્ટ નં. ૭૫૭૫૮૦૬૧૬૫, ઇમેઇલ:crc.pms.halol.tarkhanda@gmail.com

NEW UPDATE

સી.આર.સી. તરખંડાની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે




Friday, 29 January 2016

26 મી જાન્યુઆરી 2016 "દીકરીને સલામ દેશને નામ"

દીકરીને સલામ દેશને નામ
                 ચાલુ વર્ષે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને સમાજમાં સ્ત્રીનું સ્ન્માન જળવાય તે હેતુસર સરકારશ્રી નિર્ણય મુજબ ૬૭ મા પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતી દ્વારા ગામમાં વધુ ભણેલી દીકરી દ્વારા ધ્વજવંદન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.
       જે અન્વયે સી.આર.સી. તરખંડા સમાવિષ્ટ શાળાઓમાં દીકરીને સલામ દેશને નામ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. તમામ ગ્રામજનોને શાળાઓમાં આ કાર્યક્રમ વિશે અગાઉથી પરિપત્ર મુજબ માર્ગદર્શન મેળવી તમામને એજેન્ડા અનુસાર હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું.
        ગામમાં સૌ પ્રથમવાર આવો ગૌરવપૂર્ણ કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે જેના માટે કાર્યક્રમ કરવાનો છે તેવી દીકરીઓને અને તેમના માતા-પિતાને ખાસ આમંત્રણ પત્રિકા આપી અને ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું.  આ ઉપરાંત કન્યાજન્મ અંગે જાગૃતતા કેળવાય તે માટે ચાલુ વર્ષે એપ્રિલ ૨૦૧૫ થી જાન્યુઆરી ૨૦૧૬ દરમિયાન નવી જન્મેલ દીકરીઓ અને તેમના માતા-પિતાને પણ આમંત્રણ આપવામાં આવ્યું.
               ગામમાં સૌથી વધુ ભણેલ અને હાલમાં ગામમાં રહેતી દીકરીને મુખ્ય અતિથી બનાવી તેના હાથે ધ્વજવંદન કરાવવામાં આવ્યું જે તેમના માટે અને ગામ તથા શાળા મટે બહુ ગૌરવની બાબત લાગી.તમામ શાળાઓ અને આ માટે ગામમાંથી સારો પ્રતિસાદ પણ મળ્યો. તેમજ શાળા- શાળા વ્યવસ્થાપન સમિતી દ્વારા આ દીકરી ને સન્માન રૂપે  સન્માન પત્ર તેમજ સ્મૃતિપત્ર સાથે શાળા વ્યવસ્થાપન સમિતી અને ગ્રામજનો દ્વારા ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા સહ આશીર્વાદ પણ આપવામાં આવ્યા.
           આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળાઓમાં એસ.એમ.સી. કક્ષાએ ખાસ વાલી સંમેલનનું પણ આયોજન કરવામં આવ્યું. અને શાળા વિકાસના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી.
 



























             
             

અ.નં
શાળા
એપ્રિલ ૨૦૧૫ થી જાન્યુ.૨૦૧૬ દરમિયાન જન્મેલી દીકરીઓ
ગામમાં વધુ ભણેલ દીકરી
અભ્યાસ
તરખંડા
૧૪
ચૌહાણ કિર્તીબેન તખતસિંહ
એમ.એ. બી.એડ.
ઇંટવાડી
ચારણ મિત્તલબેન લાલાભાઇ
બી.એ. પ્રથમ વર્ષ
અભેટવા
૩૩
રાઠવા નીરૂબેન
બી.કોમ. તૃતીય વર્ષ
નવા ઝાંખરીઆ
૨૦
રાઠોડ અંજનાબેન ભરતસિંહ
પી.ટી.સી. બી.એ.
જુનાઝાંખરીઆ
રાઠવા પ્રેમીલાબેન ઉદેસિંહ
એચ.એસ.સી. નર્સિંગ
ત્રિકમપુરા
પરમારધર્મિષ્ઠાબેન વિજયસિંહ
બી.એ. બીજુ વર્ષ
છબાપુરા
પરમાર પુષ્પાબેન નગીનભાઇ
એચ.એસ.સી. ચાલું
ગઢમહુડા
જાદવ શીતલબેન સોમસિંહ
એચ.એસ.સી. ચાલું
ગમીરપુરા
પરમાર દક્ષાબેન ગણપતસિંહ
એસ.એસ.સી.
૧૦
કાશીપુરા
પરમાર સંગીતાબેન ગણપતભાઇ
એચ.એસ.સી. ચાલું
૧૧
નવીનગરી
પરમાર હીનાબેન હસમુખભાઇ
એચ.એસ.સી. કોમ્પ્યુ.ડિપ્લોમા
૧૨
શામળદીવીની મુવાડી
સુધાબેન બાબુભાઇ પરમાર
એસ.એસ.સી.


No comments:

Post a Comment