સી.આર.સી.તરખંડા શિક્ષક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સી.આર.સી.તરખંડા,તા.હાલોલ,જિ.પંચમહાલ,પિન.૩૮૯૩૫૦,કોન્ટેક્ટ નં. ૭૫૭૫૮૦૬૧૬૫, ઇમેઇલ:crc.pms.halol.tarkhanda@gmail.com

NEW UPDATE

સી.આર.સી. તરખંડાની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે




Wednesday, 25 September 2013

વાલી સંમેલન

તરખંડા સી.આર.સી. ની નવા ઝાંખરીયા પ્રાથમિક શાળામાં  યોજાયેલ વાલી સંમેલન 
તા-૨૧-૦૯-૨૦૧૩

            તા-૨૧ મી સપ્ટેમ્બરના રોજ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામમંથી ઉત્સાહી ૨૫ સ્ત્રીઓ( માતાઓ) અને ૨૬ પુરૂષો( પિતા-વાલી) અને શાળા સ્ટાફ-ગણ  હાજર રહ્યા હતા.વાલી  સંમેલનની શરૂઆત આચાર્ય શ્રી દિનેશભાઇ એચ. વણકર દ્વારા કરવામાં આવી. તેમજ શાળા અને સમાજને લગતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી.                                                                     
                                                                   આ ઉપરાંત શાળા વ્યવસ્થાપન સમિતીની ફરજો,જાહેર મિલકતનું રક્ષ -જાળવણી, વિદ્યાર્થીઓની અનિયમિતતા, ગુણોત્સવ કાર્યક્રમ,ઉપચારાત્મક કાર્ય,વાલી-માતા-પિતાની ફરજો,ગૃહકાર્ય, શાળા કક્ષાના ઉત્સવોમાં હાજરી, તેમજ આર.ટી.ઇ. ના ઉદ્દેશો વિશે છણાવટ કરવામાં આવી. 
ઉત્સાહી વાલી ગણ 
          સાથે  સી.આર.સી. કૉ.તરખંડા દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું તેમજ આધાર ડાયસ અને સરકાર શ્રીની યોજનાઓની માહિતી આપવામાં આવી. અંતે અલ્પાહાર લઇ શાળાના આ.શિ. મનિષભાઇ પટેલ દ્વારા આભારવિધી સાથે આ વાલી સંમેલન પૂર્ણ કરવામાં આવ્યું.   




આભારવિધી - મનિષકુમાર જે પટેલ 

No comments:

Post a Comment