સી.આર.સી.તરખંડા શિક્ષક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સી.આર.સી.તરખંડા,તા.હાલોલ,જિ.પંચમહાલ,પિન.૩૮૯૩૫૦,કોન્ટેક્ટ નં. ૭૫૭૫૮૦૬૧૬૫, ઇમેઇલ:crc.pms.halol.tarkhanda@gmail.com

NEW UPDATE

સી.આર.સી. તરખંડાની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે




Monday, 19 March 2018

સેવાકાલીન તાલીમ-૧૭/૦૩/૨૦૧૮

તા.૧૭ મી માર્ચ ૨૦૧૮ ના રોજ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જૂથ સંશોધન કેન્દ્ર કક્ષાની સેવાકાલીન તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અત્રેના સી.આર.સી. સમાવિષ્ટ ૧૨ પ્રાથમિક શાળાના ૩૦ પુરુષ શિક્ષકો અને ૩૧ સ્ત્રી શિક્ષકો પૈકી( ૨+૧ એચ.ટાટ આચાર્ય અને ૧ કે.રજા.) સિવાય ૨૮+૨૯ મળી કુલ ૫૭ શિક્ષકો હાજર રહ્યા હતા. તાલીમની શરૂઆત શ્લોક અને પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ સ્વાગત પ્રવચન કરી તાલીમ અંગેની આછી સમજ આપવામાં આવી. ૭.૩૦ થી ઓન એઇર સેશન દરમિયાન અનિલભાઇ ઉપાધ્યાય દ્વારા તાલીમ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ ત્યારબાદ માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સંદીપકુમાર સાહેબ દ્વારા સર્વ શિક્ષા અભિયાનના ધ્યેયો અને તાલીમ તેમજ આગામી ગુણોત્સવ - ૮ વિશે માર્ગદર્શન આપ્યું. 
અભેટવા અને શામળદેવીની મુવાડી


તરખંડા પ્રા.શાળા
  ત્યારબાદ આઇડીયલ એન્ટીક મેથ ઓન એર સેશન અંતર્ગત ગણિત શિક્ષણ સરળ રીતે શીખવવાની પદ્ધતિ અને મૌખિક પદ્ધતિ-પ્રયુક્તિઓ શીખવવામાં આવી. ત્યારબાદ વિશ્રાંતિ અને અલ્પાહાર લઇ પરત તાલીમમાં જોડાયા. ઓગ એર સેશન દરમિયાન ગુણોત્સવ-૮ અંતર્ગત શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ. ગુણોત્સવ માર્ગદર્શનમાં પાછલા વર્ષોના ગુણોત્સવ પરિણામની ઝલક આપી અને શાળાની વર્ષવાર સ્થિતીથી માહિતગાર કરવામાં આવ્યા. તમામ શાળાને ગુણોત્સવ આયોજન ફાઇલ વિતરણ કરવામાં આવી સાથે મહેરબાન જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર પંચમહાલ અને માનનીય નિયામકશ્રી ગાંધીનગર તરફથી મળેલ જરૂરી પરિપત્ર આપી જરૂરી સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું. ગુણોત્સવ અંતર્ગત કરવાના થતા વાંચન-લેખન-ગણન ના મૂલ્યાંકન માટે ધોરણવાર તમામ બાળકોની યાદી આપી બાળકોની તે અનુસારની હાલની સ્થિતી અંગેનું મૂલ્યાંકન દર્શાવી જરૂરી નિદાનાત્મક પગલાં લેવા અને આયોજન કરવા સમજ આપવામાં આવી. 
ઇંટવાડી પ્રા.શાળા


ત્રિકમપુરા પ્રા.શાળા
   ત્યારબાદ સ્કૂલ સેફ્ટી પોલીસી અંતર્ગત શળાવાર ગૃપ બનાવી શાળાનો સેફ્ટી પ્લાન તૈયાર કરવા માટે પ્રોજેક્ટ કાર્ય સોંપવામાં આવ્યું જેમાં તમામ શિક્ષકોએ હોંશથી ભાગ લીધો. અ માટે જરૂરી સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું. ત્યારબાદ શિક્ષણમાં શિક્ષક-આચાર્ય-સી.આર.સી.-બી.આર.સી. વગેરેની જવાબદારી અને ભુમિકાની ચર્ચા કરવામાં આવી.  NAS અંતર્ગત જીલ્લાવાર પરિણામોની ચર્ચા કરવામાં આવી.  

કાશીપુરા પ્રા.શાળા

છબાપુરા અને નવા ઝાંખરીઆ

પ્રા.શાળા
ગમીરપુરા પ્રા.શાળા

જુના ઝાંખરીઆ પ્રા.શાળા

      
     
          
       ત્યારબાદ ઠંડા પીણાંની લિજ્જ્ત માણી ૧૩.૦૦ કલાકે રાષ્ટ્રગીત  સાથે તાલીમપૂર્ણ કરવામાં આવી. 
             

Saturday, 3 March 2018

બાલમિત્ર એક ગામ એક સંકલ્પના


                રાષ્ટ્રીય બાળ સુરક્ષા અધિકાર સંંરક્ષણ આયોગ ગાંધીનગર આયોજિત પંચમહાલ જિલ્લાનો તાલુકા કક્ષાનો વર્કશોપ ( બાળ અધિકાર "જવાબદારી આપણા સૌની" ) તારીખ ૨૮/૦૨/૨૦૧૮ ના રોજ ગોધરા આંબેડકર ભવન ખાતે યોજવામાં આવ્યો. જેમાં હાલોલ તાલુકા તરફથી તરખંડા સી.આર.સી. કો.ઓર્ડીનેટર તરીકે મને તેમજ ગંભીરપુરા સી.આર.સી.કો.ઓર્ડીનેટર બાલકૃષ્ણ પી.પટેલને હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું.

RAJESHBHAI PATEL
     આ વર્કશોપ અંતર્ગત અનેક મહાનુભવ તેમજ અધિકારીગણ હાજર રહ્યા આ ઉપરાંત દરેક તાલુકામાંથી પોલીસ સ્ટાફ,આંગણવાડી કાર્યકર, આરોગ્ય કર્મચારી,શિક્ષકો તેમજ માધ્યમિક શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા. 
JAGRUTI PANDYA
ખાસ કરીને અતિથી વિશેષ તરીકે ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા આયોગના સભ્ય શ્રી રાજુભાઇ પટેલ, છત્તીસગઢ રાજ્યના બાળસુરક્ષા આયોગના અધ્યક્ષ મે.શતાબ્ધી સુબોધ પાંડે,તેમજ ગુજરાત રાજ્ય બાળસુરક્ષા આયોગના ચેરમેન જાગૃતિબેન પંડ્યા હાજર રહ્યા હતા. આ ઉપરાંત દરેક તાલુકાના મામલતદારશ્રી, જિલ્લા બાળવિકાસ સંસ્થાના અધિકારીશ્રી, સેક્શન ઓફિસર ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા આયોગ વગેરે મહાનુભવોએ હાજરી આપી હતી.  
SHATABDHI PANDEY
             આ વર્કશોપ અંતર્ગત કાર્યક્રમની શરૂઆત બાળ અધિકારો અને આર.ટી.ઇ. ને લગતા નિયમો સમજાવતું એક નાટક રજુ કરવામાં આવ્યું. ત્યારબાદ દીપ પ્રાગ્ટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.       વર્કશોપ અંતર્ગત બાળ અધિકાર, બાલમિત્ર ગામ, પાલક માતા-પિતા યોજના, યશોદા યોજના વગેરે જેવી યોજનાઓ વિશે સમજાવવામાં આવ્યું. આ ઉપરાંત 'પોક્સો' અધિનિયમ ૨૦૧૨ વિશે સમજ આપવામાં આવી. મફત અને ફરજિયાત શિક્ષણ-૨૦૦૯,બળકો સંબંધી કાયદાની જાણકારી,કિશોર ન્યાય(બાળકોની દેખરેખ અને સુરક્ષા) અધિનિયમ-૨૦૧૫,જાતીય અપરાધોથી બાળકોનું સરંક્ષણ,બાળ તસ્કરી,બાળવિવાહ નિષેધ અધિનિયમ, બાળ શ્રમપ્રતિષેધ અધિનિયમ, દત્તક ગ્રહણ અધિનિયમ, અશક્ત બાળકોની ઓળખ અને સુવિધાઓ, તેમજ બાળકોની મદદ માટે ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ વિશે સવિસ્તાર સમજ આપવામાં આવી. 
CRC COORDINATOR GAMBHIRPURA
 જેમાં ગુજરાત રાજ્ય બાળસુરક્ષા આયોગના સભ્ય રાજુભાઇ પટેલ, ચેરમેન જાગૃતિબેન પંડ્યા,છતીસગઢ રાજ્ય બાળસુરક્ષા આયોગના અધ્યક્ષ શતાબ્ધી પાંડેએ માર્ગદર્શન આપ્યું.

CRC COORDINATOR TARKHANDA

     મહત્વની બાબત રૂપે ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા આયોગ દ્વારા ખૂબ સરસ પહેલ કરીને બાળકોના અધિકારોના રક્ષણ અને બાળ સુરક્ષા માટે એક એન્ડ્રોઇડ એપ્લીકેશનનું લોંચિંગ પણ કરવામાં આવ્યું. જેની લિંક આ સાથે આપેલ છે. ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો





             


  

Tuesday, 27 February 2018

દાતા દ્વારા જુના ઝાંખરીઆ પ્રા.શાળા બાળકો માટે બૂટ વિતરણ કાર્યક્રમ

                    તા. ૨૪/૦૨/૨૦૧૮ ના રોજ જુના ઝાંખરીઆ પ્રાથમિક શાળા ખાતે બાળકોની બૂટ વિતરણ અનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. 
  



         જેમાં મુખ્ય દાતા શ્રી ધવલ શાહ  (એકતા કોર્પોરેશન) હાલોલ  અને આ શાળાના આ.શિક્ષક શ્રી ચેતનાકુમારી પટેલ દ્વારા બાળકોને બૂટ વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ગ્રામજનો, માતાઓ, એસ.એમ.સી. સભ્યો-અધ્યક્ષ, સરપંચશ્રી,પગારકેન્દ્ર(જેપુરા) આચાર્યશ્રી અતુલભાઇ પંચાલ હાજર રહ્યા. આ સાથે સી.આર.સી. કો.ઓર્ડીનેટર તરીકે મને પણ હાજર રહેવાનું  સદ્દ્ભાગ્ય મળ્યું. સૌ પ્રથમ સ્વાગત પ્રવચન શાળા આચાર્ય શ્રી દિપેશભાઇ કે પટેલ દ્વારા કરવામાં આવ્યું. અને પુષ્પગુચ્છ અર્પણ કરી ગ્રામજનો મારફતે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ કાર્યક્રમ વિશે આ.શિ. અશ્વિનભાઇ કે પટેલ દ્વારા વિશેષ છણાવટ કરવામાં આવી. કાર્યક્રમના મુખ્ય મહેમાન અને દાતા શ્રી ધવલ શાહ દ્વારા બાળકોને આર્શીવચન અને શિક્ષણ પ્રત્યે એકાગ્ર બનવા તેમજ ખાસ કરીને ઇતર પ્રવૃતિઓ જેવી કે રમત અને કલા પર પણ વિશેષ રસ દાખવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. 
             દાતાશ્રીના આ અમૂલ્ય કાર્યને બિરદાવવા માટે શાળા અને એસ.એમ.સી. દ્વારા બન્ને દાતાશ્રી ને પ્રશસ્તિ પત્ર અર્પણ કરવામાં આવ્યું.  આ.શિ. હરેશભાઇ પ્રજાપતિ દ્વારા આભારવિધી કરવામાં આવી.












  

Saturday, 17 February 2018

परीक्षा पर चर्चा

તણાવમુક્ત પરીક્ષા ને લગતો લાઇવ ટેલીકાસ્ટ કાર્યક્રમ 
                          આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા  પરીક્ષા આપતા બાળકો માટે  તણાવમુક્ત પરીક્ષા ને લગતો લાઇવ ટેલીકાસ્ટ કાર્યક્રમ તા. ૧૬.૦૨.૨૦૧૮ ના રોજ રજૂ કરવામાં આવ્યો. જેનું લાઇવ ટેલીકાસ્ટ દૂરદર્શનની નેશનલ ચેનલ, દૂરદર્શન ન્યૂઝ,દૂરદર્શન ઇન્ડિયા,યુ ટ્યુબ, રેડિયો, અને સરકારની વિવિધ વેબસાઇટ દ્વારા રજૂ કરવામાં આવ્યો. 
                    તે સંદર્ભે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તરખંડા સી.આર.સી. સમાવિષ્ટ શાળાઓમાં લાઇવ ટેલીકાસ્ટ નિહાળવામાં આવ્યું. જેમાં ધોરણ ૬ થી ૮ ના બાળકો, શિક્ષકો, વાલીઓ,યુવાનો અને ધારાસભ્ય શ્રી હાજર રહ્યા. જેમાં અલગ અલગ પ્રસારણ માધ્યમ દ્વારા કાર્યક્રમ નિહાળવામાં આવ્યો.આ કાર્યક્રમ અંતર્ગત તરખંડા પ્રા.શાળા ખાતે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર [કૃષિ વિભાગ (રાજ્ય કક્ષા), પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો)]ખાસ ઉપસ્થિત રહી બાળકો તેમજ ગ્રામજનોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. અને બાળકો સાથે ચર્ચા પણ કરી.  
તરખંડા પ્રા.શાળા દૂરદર્શન નેશનલ ચેનલ મારફત( માન. ધારાસભ્ય શ્રી)

અભેટવા પ્રા.શાળા દૂરદર્શન નેશનલ ચેનલ મારફત

ઇંટવાડી પ્રા.શાળા દૂરદર્શન નેશનલ ચેનલ મારફત

નવીનગરી પ્રા.શાળા દૂરદર્શન નેશનલ ચેનલ મારફત

નવા ઝાંખરીઆ પ્રા.શાળા ઓનલાઇન યુ ટ્યૂબ મારફત

ગધમહુડા પ્રા.શાળા દૂરદર્શન નેશનલ ચેનલ મારફત

ત્રિકમપુરા પ્રા.શાળા દૂરદર્શન નેશનલ ચેનલ મારફત

જુના ઝાંખરીઆ પ્રા.શાળા દૂરદર્શન નેશનલ ચેનલ મારફત

                   આ ઉપરાંત મે.બી.આર.સી. કો.ઓર્ડીનેટર સાહેબની સૂચનાથી કાર્યક્રમ સંદર્ભે સી.આર.સી.અરાદ ખાતે હાજરી આપી. જેમાં મારી સાથે વરસડા સી.આર.સી. કો.ઓર્ડીનેટર શ્રી મિતેશભાઇ પટેલ પણ હજર રહ્યા. જ્યાં શાળાના ટેકનોસેવી અને ઉત્સાહી શિક્ષક અરુણ પરમાર,વિનોદભાઇ પટેલ,બળવંતસિંહ જાદવ(ઇ.ચા. મુખ્ય શિક્ષક) દ્વારા બાળકો માટે  યુ ટ્યૂબ અને  દૂરદર્શન મારફતે લાઇવ ટેલીકાસ્ટ કાર્યક્રમની  વ્યવસ્થા કરવામાં આવી. 









ઓનલાઇન યુ ટ્યૂબ મારફત 

દૂરદર્શન મારફત 

Sunday, 11 February 2018

મુખ્ય શિક્ષક બેઠક-તા. ૧૦.૦૨.૨૦૧૮


   
           આજરોજ તરખંડા સી.આર.સી. ખાતે મુખ્ય શિક્ષક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. સી.આર.સી. કો.ઓર્ડીનેટર તરીકેની નિમણૂંક બાદની પ્રથમ મુખ્ય શિક્ષક બેઠકમાં ક્લસ્ટર સમાવિષ્ટ ૧૨ શાળાઓના આચાર્યશ્રી હાજર રહ્યા. જેમાં શિક્ષણ્સુધારા અને ઉપલી કક્ષાએથી મળેલ સૂચન તેમજ પરિપત્ર આધારે ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરખંડાના કર્મચારી નીલાબેન જોશી પણ હાજર રહ્યા. જેઓએ કૃમિનાશક ગોળી અંગેનું માર્ગદર્શન આપ્યું.

સી.આર.સી. તરીકેની નવી નિમણૂંક અને પ્રથમ બેઠક હોવાથી જુના ઝાંખરીઆના આચાર્યશ્રી દિપેશકુમાર કે. પટેલ ની રાહબર હેઠળ પુષ્પગુચ્છ અર્પણ કરીને ક્લસ્ટર ખાતે મારું સ્વાગત કરવામાં આવ્યું. જે બદલ હું જુના ઝાંખરીઆ આચાર્યશ્રી અને તમામ આચાર્ય મિત્રોનો આભાર માનું છું.....












મુખ્ય શિક્ષક અંતર્ગત ચર્ચવામાં આવેલ મુદ્દાઓ


૧.સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનપત્રક-એ ના અપડેટેશન અને એકમ કસોટી બાબત
૨.શાળ-શિક્ષક-બાળકોની નિયમિતતા બાબત
૩.વર્ગશિક્ષકે નિભાવવાના થતા રેકર્ડની ચકાસણી અને પ્રતિહસ્તાક્ષર બાબત
૪.આધાર ડાયસમાં બાળકોના આધર કાર્ડ સિડિંગ બાબત
૫.મધ્યાહન ભોજન યોજના અંતર્ગત નવા મેનુંમુજબ ભોજન આપવા બાબત
૬.શાળા કક્ષાએ આંતરિક ફરિયાદ સમિતિની રચના બાબત
૭.કમ્પ્યૂટર લેબ ચાલુ હાલત અને ઉપયોગ બાબત
૮.પાઠ્યપુસ્તક-સ્વાધ્યાય લેખન અને ચકાસણી બાબત
૯.ઇનોવેશન ફેરમાં શિક્ષકોને મોકલવા બાબ્ત( ધોરણ ૬ થી ૮ ભણાવતા શિક્ષકો)
૧૦.માન.વડાપ્રધાનશ્રીના તણાવમુક્ત પરીક્ષા માટેના માર્ગદર્શનનું લાઇવ ટેલી કાસ્ટ   નિહાળવા બાબત( તા.૧૬.૦૨.૨૦૧૮ સમય ૧૧.૦૦ થી ૧૨.૦૦ ધોરણ ૬ થી ઉપરના તમામ)
૧૧.CWSN બાળકોને રિસોર્સ રૂમ ખાતે મોકલવા બાબત
૧૨. સ્કૂલ રિપોર્ટ કાર્ડ ચકાસણી અને સુધારા બાબત   
          

Wednesday, 7 February 2018

આંતરિક ફરિયાદ સમિતિ

આંતરિક ફરિયાદ સમિતિ બાબત પરિપત્ર 
DOWNLOAD


કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી ( નિવારણ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ-૨૦૧૩

DOWNLOAD

માર્ગદર્શન માટે વિડિયો નિહાળવા ફોટા પર ક્લિક કરો