તા. ૨૪/૦૨/૨૦૧૮ ના રોજ જુના ઝાંખરીઆ પ્રાથમિક શાળા ખાતે બાળકોની બૂટ વિતરણ અનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.
જેમાં મુખ્ય દાતા શ્રી ધવલ શાહ (એકતા કોર્પોરેશન) હાલોલ અને આ શાળાના આ.શિક્ષક શ્રી ચેતનાકુમારી પટેલ દ્વારા બાળકોને બૂટ વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ગ્રામજનો, માતાઓ, એસ.એમ.સી. સભ્યો-અધ્યક્ષ, સરપંચશ્રી,પગારકેન્દ્ર(જેપુરા) આચાર્યશ્રી અતુલભાઇ પંચાલ હાજર રહ્યા. આ સાથે સી.આર.સી. કો.ઓર્ડીનેટર તરીકે મને પણ હાજર રહેવાનું સદ્દ્ભાગ્ય મળ્યું. સૌ પ્રથમ સ્વાગત પ્રવચન શાળા આચાર્ય શ્રી દિપેશભાઇ કે પટેલ દ્વારા કરવામાં આવ્યું. અને પુષ્પગુચ્છ અર્પણ કરી ગ્રામજનો મારફતે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ કાર્યક્રમ વિશે આ.શિ. અશ્વિનભાઇ કે પટેલ દ્વારા વિશેષ છણાવટ કરવામાં આવી. કાર્યક્રમના મુખ્ય મહેમાન અને દાતા શ્રી ધવલ શાહ દ્વારા બાળકોને આર્શીવચન અને શિક્ષણ પ્રત્યે એકાગ્ર બનવા તેમજ ખાસ કરીને ઇતર પ્રવૃતિઓ જેવી કે રમત અને કલા પર પણ વિશેષ રસ દાખવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. 
દાતાશ્રીના આ અમૂલ્ય કાર્યને બિરદાવવા માટે શાળા અને એસ.એમ.સી. દ્વારા બન્ને દાતાશ્રી ને પ્રશસ્તિ પત્ર અર્પણ કરવામાં આવ્યું. આ.શિ. હરેશભાઇ પ્રજાપતિ દ્વારા આભારવિધી કરવામાં આવી.





No comments:
Post a Comment