
તા.૧૭ મી માર્ચ ૨૦૧૮ ના રોજ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જૂથ સંશોધન કેન્દ્ર કક્ષાની સેવાકાલીન તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અત્રેના સી.આર.સી. સમાવિષ્ટ ૧૨ પ્રાથમિક શાળાના ૩૦ પુરુષ શિક્ષકો અને ૩૧ સ્ત્રી શિક્ષકો પૈકી( ૨+૧ એચ.ટાટ આચાર્ય અને ૧ કે.રજા.) સિવાય ૨૮+૨૯ મળી કુલ ૫૭ શિક્ષકો હાજર રહ્યા હતા. તાલીમની શરૂઆત શ્લોક અને પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ સ્વાગત પ્રવચન કરી તાલીમ અંગેની આછી સમજ આપવામાં આવી. ૭.૩૦ થી ઓન એઇર સેશન દરમિયાન અનિલભાઇ ઉપાધ્યાય દ્વારા તાલીમ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ ત્યારબાદ માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સંદીપકુમાર સાહેબ દ્વારા સર્વ શિક્ષા અભિયાનના ધ્યેયો અને તાલીમ તેમજ આગામી ગુણોત્સવ - ૮ વિશે માર્ગદર્શન આપ્યું.
 |
અભેટવા અને શામળદેવીની મુવાડી |
 |
તરખંડા પ્રા.શાળા |
ત્યારબાદ આઇડીયલ એન્ટીક મેથ ઓન એર સેશન અંતર્ગત ગણિત શિક્ષણ સરળ રીતે શીખવવાની પદ્ધતિ અને મૌખિક પદ્ધતિ-પ્રયુક્તિઓ શીખવવામાં આવી. ત્યારબાદ વિશ્રાંતિ અને અલ્પાહાર લઇ પરત તાલીમમાં જોડાયા. ઓગ એર સેશન દરમિયાન ગુણોત્સવ-૮ અંતર્ગત શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ. ગુણોત્સવ માર્ગદર્શનમાં પાછલા વર્ષોના ગુણોત્સવ પરિણામની ઝલક આપી અને શાળાની વર્ષવાર સ્થિતીથી માહિતગાર કરવામાં આવ્યા. તમામ શાળાને ગુણોત્સવ આયોજન ફાઇલ વિતરણ કરવામાં આવી સાથે મહેરબાન જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર પંચમહાલ અને માનનીય નિયામકશ્રી ગાંધીનગર તરફથી મળેલ જરૂરી પરિપત્ર આપી જરૂરી સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું. ગુણોત્સવ અંતર્ગત કરવાના થતા વાંચન-લેખન-ગણન ના મૂલ્યાંકન માટે ધોરણવાર તમામ બાળકોની યાદી આપી બાળકોની તે અનુસારની હાલની સ્થિતી અંગેનું મૂલ્યાંકન દર્શાવી જરૂરી નિદાનાત્મક પગલાં લેવા અને આયોજન કરવા સમજ આપવામાં આવી.
 |
ઇંટવાડી પ્રા.શાળા |
 |
ત્રિકમપુરા પ્રા.શાળા |
ત્યારબાદ સ્કૂલ સેફ્ટી પોલીસી અંતર્ગત શળાવાર ગૃપ બનાવી શાળાનો સેફ્ટી પ્લાન તૈયાર કરવા માટે પ્રોજેક્ટ કાર્ય સોંપવામાં આવ્યું જેમાં તમામ શિક્ષકોએ હોંશથી ભાગ લીધો. અ માટે જરૂરી સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું. ત્યારબાદ શિક્ષણમાં શિક્ષક-આચાર્ય-સી.આર.સી.-બી.આર.સી. વગેરેની જવાબદારી અને ભુમિકાની ચર્ચા કરવામાં આવી. NAS અંતર્ગત જીલ્લાવાર પરિણામોની ચર્ચા કરવામાં આવી.
 |
કાશીપુરા પ્રા.શાળા |
 |
છબાપુરા અને નવા ઝાંખરીઆ
પ્રા.શાળા |
 |
ગમીરપુરા પ્રા.શાળા |
 |
જુના ઝાંખરીઆ પ્રા.શાળા |
ત્યારબાદ ઠંડા પીણાંની લિજ્જ્ત માણી ૧૩.૦૦ કલાકે રાષ્ટ્રગીત સાથે તાલીમપૂર્ણ કરવામાં આવી.
👍
ReplyDelete