આજરોજ તરખંડા સી.આર.સી. ખાતે મુખ્ય શિક્ષક
બેઠકનું આયોજન કરવામાં આવ્યું. સી.આર.સી. કો.ઓર્ડીનેટર તરીકેની નિમણૂંક બાદની પ્રથમ
મુખ્ય શિક્ષક બેઠકમાં ક્લસ્ટર સમાવિષ્ટ ૧૨ શાળાઓના આચાર્યશ્રી હાજર રહ્યા. જેમાં શિક્ષણ્સુધારા
અને ઉપલી કક્ષાએથી મળેલ સૂચન તેમજ પરિપત્ર આધારે ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને પ્રાથમિક
આરોગ્ય કેન્દ્ર તરખંડાના કર્મચારી નીલાબેન જોશી પણ હાજર રહ્યા. જેઓએ કૃમિનાશક ગોળી
અંગેનું માર્ગદર્શન આપ્યું.
સી.આર.સી.
તરીકેની નવી નિમણૂંક અને પ્રથમ બેઠક હોવાથી જુના ઝાંખરીઆના આચાર્યશ્રી દિપેશકુમાર કે.
પટેલ ની રાહબર હેઠળ પુષ્પગુચ્છ અર્પણ કરીને ક્લસ્ટર ખાતે મારું સ્વાગત કરવામાં આવ્યું.
જે બદલ હું જુના ઝાંખરીઆ આચાર્યશ્રી અને તમામ આચાર્ય મિત્રોનો આભાર માનું છું.....
મુખ્ય શિક્ષક
અંતર્ગત ચર્ચવામાં આવેલ મુદ્દાઓ
૧.સતત અને
સર્વગ્રાહી મૂલ્યાંકનપત્રક-એ ના અપડેટેશન અને એકમ કસોટી બાબત
૨.શાળ-શિક્ષક-બાળકોની
નિયમિતતા બાબત
૩.વર્ગશિક્ષકે
નિભાવવાના થતા રેકર્ડની ચકાસણી અને પ્રતિહસ્તાક્ષર બાબત
૪.આધાર ડાયસમાં
બાળકોના આધર કાર્ડ સિડિંગ બાબત
૫.મધ્યાહન
ભોજન યોજના અંતર્ગત નવા મેનુંમુજબ ભોજન આપવા બાબત
૬.શાળા કક્ષાએ
આંતરિક ફરિયાદ સમિતિની રચના બાબત
૭.કમ્પ્યૂટર
લેબ ચાલુ હાલત અને ઉપયોગ બાબત
૮.પાઠ્યપુસ્તક-સ્વાધ્યાય
લેખન અને ચકાસણી બાબત
૯.ઇનોવેશન
ફેરમાં શિક્ષકોને મોકલવા બાબ્ત( ધોરણ ૬ થી ૮ ભણાવતા શિક્ષકો)
૧૦.માન.વડાપ્રધાનશ્રીના
તણાવમુક્ત પરીક્ષા માટેના માર્ગદર્શનનું લાઇવ ટેલી કાસ્ટ નિહાળવા બાબત( તા.૧૬.૦૨.૨૦૧૮
સમય ૧૧.૦૦ થી ૧૨.૦૦ ધોરણ ૬ થી ઉપરના તમામ)
૧૧.CWSN બાળકોને રિસોર્સ રૂમ ખાતે મોકલવા બાબત
૧૨. સ્કૂલ
રિપોર્ટ કાર્ડ ચકાસણી અને સુધારા બાબત