સી.આર.સી.તરખંડા શિક્ષક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સી.આર.સી.તરખંડા,તા.હાલોલ,જિ.પંચમહાલ,પિન.૩૮૯૩૫૦,કોન્ટેક્ટ નં. ૭૫૭૫૮૦૬૧૬૫, ઇમેઇલ:crc.pms.halol.tarkhanda@gmail.com

NEW UPDATE

સી.આર.સી. તરખંડાની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે




Wednesday, 4 July 2018

કલા મહાકુંભ-૨૦૧૮

કલા મહાકુંભ ગુજરાત ૨૦૧૮ અંતર્ગત વિવિધ વ્યક્તિગત અને સામૂહિક સ્પર્ધાઓમાં ભાગ લઇ પોતાની કળાઓને પ્રદર્શિત કરવાની ઉત્તમ તક 

આ માટે ઓનલાઇન ડેટા એન્ટ્રી કરવા માટે ગુજરાત સરકારની વેબસાઇટની મુલાકાત લો.


ઓનલાઇન રજિસ્ટ્રેશન ૦૩.૦૭.૨૦૧૮ થી ૧૫.૦૭.૨૦૧૮ સુધી




  •  રજિસ્ટ્રેશન ફોર્મ માટે નીચેની લિંક પર ક્લિક કરો.


વ્યક્તિગત સ્પર્ધાનું ફોર્મ

સમૂહ સ્પર્ધાનું ફોર્મ

પ્રાથમિક શાળાઓ માટે ભાગ લઇ શકાય તેવી કેટલીક સ્પર્ધાઓની યાદી


અ.નં.
વિભાગ
સ્પર્ધા
કક્ષા
ગાયન
સુગમ સંગીત
તાલુકા કક્ષા
ગીત
તાલુકા કક્ષા
સમૂહ ગીત
તાલુકા કક્ષા
સમૂલ લગ્ન ગીત(ફટાણાં)
તાલુકા કક્ષા
વાદન
વાંસળી
તાલુકા કક્ષા
તબલાં
તાલુકા કક્ષા
હારમોનિયમ
તાલુકા કક્ષા
ઓરગન
તાલુકા કક્ષા
નૃત્ય
ગરબા
તાલુકા કક્ષા
ભરતનાટ્યમ
તાલુકા કક્ષા
રાસ
જિલ્લા કક્ષા
લોકનૃત્ય/સમૂહનૃત્ય
તાલુકા કક્ષા
અભિનય
એકપાત્રીય અભિનય
તાલુકા કક્ષા
ભવાઇ
રાજ્ય કક્ષા


Monday, 25 June 2018

પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતી અને સર્વ શિક્ષા અભિયાન, પંચમહાલ, ગોધરાના સંયુક્ત પ્રયાસથી અને પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ ૨૦૧૬ થી સ્મૃતિધારા કાર્યક્રમ શરૂ કરવામાં  આવેલ છે. જે અંતર્ગત ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ માટે શાળા કક્ષાએ આ કાર્યક્રમની અમલવારી માટે માર્ગદર્શન રૂપ પરિપત્ર 
DOWNLOAD 


અંગ્રેજી વિષય ભણાવતા શિક્ષકો માટે

તા.૨૫ જુનથી તા. ૦૭ જુલાઇનું આયોજન

DOWNLOAD

નિદાન કસોટી

પ્રથમ શૈક્ષણિક સત્રની શરૂઆતમાં બાળકોની વાંચન-લેખન-ગણન અંતર્ગત ખરી સ્થિતી જાણવા માટે નિદાન કસોટી 







Monday, 18 June 2018

પ્રવેશોત્સવ - ૨૦૧૮


અભેટવા પ્રાથમિક શાળા 
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૧૮ અંતર્ગત તારીખ: ૧૪ અને ૧૫ મી જુન ૨૦૧૮ દરમિયાન પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તરખંડા સી.આર.સી. સમાવિષ્ટ ૧૨ (બાર) શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૧૮ નું આયોજન કરવામાં આવ્યું.
ગંગોત્રી વિદ્યામંદિર,નવાઝાંખરીઆ
ત્રિકમપુરા પ્રાથમિક શાળા 
   આ કાર્યના સફળ આયોજન અને ચોક્કસાઇ માટે સરકાર શ્રી દ્વારા વિવિધ અધિકારી, પદાધિકારી, રાજ્ય કક્ષાના અધિકારીઓ વગેરેની નિમણૂક કરવામાં આવી. અને તેમના દ્વારા શાળાઓની મુલાકાત લેવામાં આવી.

શામળદેવીની મુવાડી પ્રાથમિક શાળા 
જુના ઝાંખરીઆ પ્રાથમિક શાળા 
     મળેલ કાર્યક્રમ મુજબ સી.આર.સી. કક્ષાએ તમામ ૧૨ શાળાઓના મુખ્ય શિક્ષકોની એક બેઠક યોજવામાં આવી. જેમાં પ્રવેશોત્સવ રૂટ અને રૂપરેખા મુજબ કરવાના થતા કાર્યક્રમોની માહિતી આપવામાં આવી.                                          તેમજ સફળ આયોજન માટે વિશેષ ચર્ચા કરવામાં આવી.
નવી નગરી પ્રાથમિક શાળા 
છબાપુરા પ્રાથમિક શાળા 
રૂપરેખા મુજબ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મનુષ્ય ગૌરવ ગાન, દેશભક્તિ ગીત,બેટી બચાવો, સ્વચ્છતા, યોગથી નિરોગ, પાણી બચાવો, વૃક્ષારોપણ જેવા વિષયો પર વક્તવ્ય, દાતાઓ તેમજ વયોવૃદ્ધ વડીલોનું સન્માન, વગેરે જેવા કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ઇંટવાડી પ્રાથમિક શાળા 
કાશીપુરા પ્રાથમિક શાળા 
ગમીરપુરા(તરખંડા) પ્રાથમિક શાળા 
ગઢમહુડા પ્રાથમિક શાળા 
   પ્રવેશોત્સવ દરમિયાન સૌપ્રથમ આંગણવાડીના બાળકોને પ્રવેશ આપવામં આવ્યો ત્યારબાદ તેમને ફળ અને રમકડાંનું વિતરણ કરવામાં આવ્યું, ત્યારબાદ ધોરણ ૧ ના બાળકોનો પ્રવેશ તેમજ તેમને દાતાઓ તરફથી મળેલ સ્કૂલબેગ,પુસ્તક અને શૈક્ષણિક સામગ્રી ભેટ ધરી સન્માન કરવામાં આવ્યું.  ત્યારબાદ ક્રમશ: ધોરણ ૬ તેમજ ધોરણ ૯ ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. આ ઉપરાંત સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ ૯ માં પ્રવેશ મેળવનાર કન્યાઓને સાયકલનું વિતરણ પણ કરવામાં આવ્યું. ત્યારબાદ મહેમાનશ્રી દ્વારા  પ્રાસંગિક પ્રવચન અને આર્શીવચન  આપવામાં આવ્યા. ત્યારબાદ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.
તરખંડા પ્રાથમિક શાળા 










રૂટ નંબર
સમાવિષ્ટ શાળા
ઉપસ્થિત  મહેમાન
લાયઝન અધિકારી
004
તરખંડા પ્રાથમિક શાળા
શ્રી નારાયણ હાઇસ્કૂલ તરખંડા
નવા ઝાંખરીઆ પ્રાથમિક શાળા
ગંગોત્રી વિદ્યામંદિર, ઝાંખરીઆ
શ્રી પી.એસ.પટેલ એડીશનલ સેકરેટરી સી.એમ.ઓફીસ ગાંધીનગર
ચાવડા કિરણસિંહ ઝવરસિંહ સી.આર.સી.કો..તરખંડા 7575806165
015

જુના ઝાંખરીઆ પ્રાથમિક શાળા
ડૉ. પ્રશાંત રાણા મેડીકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શિવરાજપુર9512025553
સોલંકી શ્યામજીભાઇ આઇ..ડી. રીસોર્સ ટીચર 9512021675
026

છબાપુરા પ્રાથમિક શાળા
શ્રી અરવિંદભાઇ એસ. પટેલચેરમેનશ્રી, .પી.એમ.સીખે...., માર્કેટ યાર્ડ, હાલોલ9898387331
પંચાલ દર્શનકુમાર જે. સી.આર.સી.કો.. વિઠૃલપુરા 9624250595
029
અભેટવા પ્રાથમિક શાળા
ઇંટવાડી પ્રાથમિક શાળા
ત્રિકમપુરા પ્રાથમિક શાળા
નવીનગરી પ્રાથમિક શાળા
શામળદેવીની મુવાડી પ્રાથમિક શાળા
ગમીરપુરા પ્રાથમિક શાળા
ડૉ. પી.જે જોશીબ્લોક હેલ્થ ઓફિસરશ્રીબી.એચ., હાલોલ7567893207
પટેલ પ્રવિણકુમાર મોતીભાઇ સી.આર.સી.કો..કંજરી 9428130282
030
કાશીપુરા પ્રાથમિક શાળા
ગઢમહુડા પ્રાથમિક શાળા
શ્રી.વી.જી.ભાભોર નાયબ જિલ્લા વિકાસ અધિકારીગોધરા 9898757199
પરમાર જગદિશભાઇ નવિનભાઇએચટાટ નવા ઢીંકવા7573027203

Monday, 19 March 2018

સેવાકાલીન તાલીમ-૧૭/૦૩/૨૦૧૮

તા.૧૭ મી માર્ચ ૨૦૧૮ ના રોજ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જૂથ સંશોધન કેન્દ્ર કક્ષાની સેવાકાલીન તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અત્રેના સી.આર.સી. સમાવિષ્ટ ૧૨ પ્રાથમિક શાળાના ૩૦ પુરુષ શિક્ષકો અને ૩૧ સ્ત્રી શિક્ષકો પૈકી( ૨+૧ એચ.ટાટ આચાર્ય અને ૧ કે.રજા.) સિવાય ૨૮+૨૯ મળી કુલ ૫૭ શિક્ષકો હાજર રહ્યા હતા. તાલીમની શરૂઆત શ્લોક અને પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ સ્વાગત પ્રવચન કરી તાલીમ અંગેની આછી સમજ આપવામાં આવી. ૭.૩૦ થી ઓન એઇર સેશન દરમિયાન અનિલભાઇ ઉપાધ્યાય દ્વારા તાલીમ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ ત્યારબાદ માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સંદીપકુમાર સાહેબ દ્વારા સર્વ શિક્ષા અભિયાનના ધ્યેયો અને તાલીમ તેમજ આગામી ગુણોત્સવ - ૮ વિશે માર્ગદર્શન આપ્યું. 
અભેટવા અને શામળદેવીની મુવાડી


તરખંડા પ્રા.શાળા
  ત્યારબાદ આઇડીયલ એન્ટીક મેથ ઓન એર સેશન અંતર્ગત ગણિત શિક્ષણ સરળ રીતે શીખવવાની પદ્ધતિ અને મૌખિક પદ્ધતિ-પ્રયુક્તિઓ શીખવવામાં આવી. ત્યારબાદ વિશ્રાંતિ અને અલ્પાહાર લઇ પરત તાલીમમાં જોડાયા. ઓગ એર સેશન દરમિયાન ગુણોત્સવ-૮ અંતર્ગત શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ. ગુણોત્સવ માર્ગદર્શનમાં પાછલા વર્ષોના ગુણોત્સવ પરિણામની ઝલક આપી અને શાળાની વર્ષવાર સ્થિતીથી માહિતગાર કરવામાં આવ્યા. તમામ શાળાને ગુણોત્સવ આયોજન ફાઇલ વિતરણ કરવામાં આવી સાથે મહેરબાન જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર પંચમહાલ અને માનનીય નિયામકશ્રી ગાંધીનગર તરફથી મળેલ જરૂરી પરિપત્ર આપી જરૂરી સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું. ગુણોત્સવ અંતર્ગત કરવાના થતા વાંચન-લેખન-ગણન ના મૂલ્યાંકન માટે ધોરણવાર તમામ બાળકોની યાદી આપી બાળકોની તે અનુસારની હાલની સ્થિતી અંગેનું મૂલ્યાંકન દર્શાવી જરૂરી નિદાનાત્મક પગલાં લેવા અને આયોજન કરવા સમજ આપવામાં આવી. 
ઇંટવાડી પ્રા.શાળા


ત્રિકમપુરા પ્રા.શાળા
   ત્યારબાદ સ્કૂલ સેફ્ટી પોલીસી અંતર્ગત શળાવાર ગૃપ બનાવી શાળાનો સેફ્ટી પ્લાન તૈયાર કરવા માટે પ્રોજેક્ટ કાર્ય સોંપવામાં આવ્યું જેમાં તમામ શિક્ષકોએ હોંશથી ભાગ લીધો. અ માટે જરૂરી સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું. ત્યારબાદ શિક્ષણમાં શિક્ષક-આચાર્ય-સી.આર.સી.-બી.આર.સી. વગેરેની જવાબદારી અને ભુમિકાની ચર્ચા કરવામાં આવી.  NAS અંતર્ગત જીલ્લાવાર પરિણામોની ચર્ચા કરવામાં આવી.  

કાશીપુરા પ્રા.શાળા

છબાપુરા અને નવા ઝાંખરીઆ

પ્રા.શાળા
ગમીરપુરા પ્રા.શાળા

જુના ઝાંખરીઆ પ્રા.શાળા

      
     
          
       ત્યારબાદ ઠંડા પીણાંની લિજ્જ્ત માણી ૧૩.૦૦ કલાકે રાષ્ટ્રગીત  સાથે તાલીમપૂર્ણ કરવામાં આવી. 
             

Saturday, 3 March 2018

બાલમિત્ર એક ગામ એક સંકલ્પના


                રાષ્ટ્રીય બાળ સુરક્ષા અધિકાર સંંરક્ષણ આયોગ ગાંધીનગર આયોજિત પંચમહાલ જિલ્લાનો તાલુકા કક્ષાનો વર્કશોપ ( બાળ અધિકાર "જવાબદારી આપણા સૌની" ) તારીખ ૨૮/૦૨/૨૦૧૮ ના રોજ ગોધરા આંબેડકર ભવન ખાતે યોજવામાં આવ્યો. જેમાં હાલોલ તાલુકા તરફથી તરખંડા સી.આર.સી. કો.ઓર્ડીનેટર તરીકે મને તેમજ ગંભીરપુરા સી.આર.સી.કો.ઓર્ડીનેટર બાલકૃષ્ણ પી.પટેલને હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું.

RAJESHBHAI PATEL
     આ વર્કશોપ અંતર્ગત અનેક મહાનુભવ તેમજ અધિકારીગણ હાજર રહ્યા આ ઉપરાંત દરેક તાલુકામાંથી પોલીસ સ્ટાફ,આંગણવાડી કાર્યકર, આરોગ્ય કર્મચારી,શિક્ષકો તેમજ માધ્યમિક શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા. 
JAGRUTI PANDYA
ખાસ કરીને અતિથી વિશેષ તરીકે ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા આયોગના સભ્ય શ્રી રાજુભાઇ પટેલ, છત્તીસગઢ રાજ્યના બાળસુરક્ષા આયોગના અધ્યક્ષ મે.શતાબ્ધી સુબોધ પાંડે,તેમજ ગુજરાત રાજ્ય બાળસુરક્ષા આયોગના ચેરમેન જાગૃતિબેન પંડ્યા હાજર રહ્યા હતા. આ ઉપરાંત દરેક તાલુકાના મામલતદારશ્રી, જિલ્લા બાળવિકાસ સંસ્થાના અધિકારીશ્રી, સેક્શન ઓફિસર ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા આયોગ વગેરે મહાનુભવોએ હાજરી આપી હતી.  
SHATABDHI PANDEY
             આ વર્કશોપ અંતર્ગત કાર્યક્રમની શરૂઆત બાળ અધિકારો અને આર.ટી.ઇ. ને લગતા નિયમો સમજાવતું એક નાટક રજુ કરવામાં આવ્યું. ત્યારબાદ દીપ પ્રાગ્ટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.       વર્કશોપ અંતર્ગત બાળ અધિકાર, બાલમિત્ર ગામ, પાલક માતા-પિતા યોજના, યશોદા યોજના વગેરે જેવી યોજનાઓ વિશે સમજાવવામાં આવ્યું. આ ઉપરાંત 'પોક્સો' અધિનિયમ ૨૦૧૨ વિશે સમજ આપવામાં આવી. મફત અને ફરજિયાત શિક્ષણ-૨૦૦૯,બળકો સંબંધી કાયદાની જાણકારી,કિશોર ન્યાય(બાળકોની દેખરેખ અને સુરક્ષા) અધિનિયમ-૨૦૧૫,જાતીય અપરાધોથી બાળકોનું સરંક્ષણ,બાળ તસ્કરી,બાળવિવાહ નિષેધ અધિનિયમ, બાળ શ્રમપ્રતિષેધ અધિનિયમ, દત્તક ગ્રહણ અધિનિયમ, અશક્ત બાળકોની ઓળખ અને સુવિધાઓ, તેમજ બાળકોની મદદ માટે ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ વિશે સવિસ્તાર સમજ આપવામાં આવી. 
CRC COORDINATOR GAMBHIRPURA
 જેમાં ગુજરાત રાજ્ય બાળસુરક્ષા આયોગના સભ્ય રાજુભાઇ પટેલ, ચેરમેન જાગૃતિબેન પંડ્યા,છતીસગઢ રાજ્ય બાળસુરક્ષા આયોગના અધ્યક્ષ શતાબ્ધી પાંડેએ માર્ગદર્શન આપ્યું.

CRC COORDINATOR TARKHANDA

     મહત્વની બાબત રૂપે ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા આયોગ દ્વારા ખૂબ સરસ પહેલ કરીને બાળકોના અધિકારોના રક્ષણ અને બાળ સુરક્ષા માટે એક એન્ડ્રોઇડ એપ્લીકેશનનું લોંચિંગ પણ કરવામાં આવ્યું. જેની લિંક આ સાથે આપેલ છે. ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો