આજ રોજ તા. ૦૨.૦૮.૨૦૧૮ પંચમહાલ જિલ્લાના હાલોલ બી.આર.સી.ની તરખંડા સી.આર.સી. સમાવિષ્ટ તરખંડા પ્રાથમિક શાળામાં ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત ઓરી અને રૂબેલા રસીકરણ ઝુંબેશ અન્વયે પ્રાથમિક શાળાના બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું.
રસીકરણ કાર્યક્રમ માટે અગાઉથી તાલુકા હેલ્થ ઓફિસર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અરાદ તરફથી આયોજન અને પૂરતી માહિતી આપવામાં આવી હતી. નક્કી કરેલ તારીખ ૦૨.૦૮.૨૦૧૮ ના રોજ ૧૧.૩૦ કલાકે શાળા સ્ટાફ સાથે મિટિંગ કરી ૧૨.૪૫ કલાકથી રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવ્યું. આ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી અરાદમાંંથી આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો. જેમાં.......
ડૉ..આર.કે પ્રજાપતિ ( આયુષ મેડીકલ ઓફિસર), ડૉ. નિશા પટેલ (મેડીકલ ઓફિસર અરાદ), નિલાબેન ડી જોષી ( ઇ.ચા. સુપરવાઇઝર-અરાદ), કામિનીબેન ડી પરમાર( એ.એન.એમ-અભેટવા સબ સેન્ટર). જયાબેન જે પરમાર (એફ.એચ.ડબલ્યૂં અરાદ), રમીલાબેન એ ચાવડા (આશા ફેસીલીલેટર-તરખંડા), કમળાબેન એમ રાવળ (આશા ફેસીલીલેટર અરાદ), આશાબેન એ ચૌહાણ( આશા વર્કર-તરખંડા), ચાવડા ઉષાબેન એસ.(આશા વર્કર - ઇંટવાડી), પ્રભાતસિંહ બારીઆ ( એમ.પી.એચ.ડબલ્યુ-તરખંંડા) વગેરે એ પોતાની સેવા અને ફરજ બજાવી.


આ ઉપરાંત પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક હિતેષકુમાર આર. ભાટિયા દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત અગાઉથી વાલી અને એસ.એમ.સી.ને લેખિત જાણ કરવામાં આવી. તેમજ જરૂરી જનજાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવ્યા. કાર્યક્રમના દિવસે ખાસ કરીને એસ.એમ.સી. અધ્યક્ષ શ્રી નરવતસિંહજી ચાવડા અને એસ.એમ.સી. સભ્યો પણ હાજર રહ્યા. આ ઉપરાંત બાળકોને પ્રોત્સાહન આપવા તેમજ ડર દૂર થાય તે માટે વાલીઓ પણ હાજર રહ્યા. શાળા સ્ટાફ ઉષાબેન પરમાર, પ્રવીણાબેન પટેલ, કૈલાશબેન પટેલ, મનિષાબેન જાદવ, રાકેશકુમાર પટેલ,અમીતકુમાર પટેલ તમામે પોતાના વર્ગખંડના બાળકોને પૂરતું માર્ગદર્શન આપી રસીકરણ માટે તૈયાર કર્યા.
અને જરૂર જણાયે વાલીઓને પણ ફોન મેસેજ દ્વારા સંપર્ક કર્યો. શાળામાં તકેદારી રૂપે પૂરતાં પગલાંં લેવામાં આવ્યા હતા. મધ્યાહન ભોજન અંતર્ગત મળતું ભોજન બાળકોને સવારે ૧૧.૧૫ કલાકે આપવામાં આવ્યું હતું. અને રસીકરણ બાદ બાળકોને પૂરતો સમય આરામ આપવામાં આવ્યો અને દેખભાળ પણ રાખવામાં આવી. રસીકરણ બાદ પણ બાળકોનો રિવ્યૂ લેવામાં લેવામાં આવ્યો જે મુજબ બાળકો ખુશ જણાતા હતા.
 |
હિતેષ આર ભાટિયા-મુખ્ય શિક્ષક તરખંડા પ્રાથમિક શાળા |
આ સાથે આરોગ્ય કેન્દ્ર અરાદ દ્વારા શાળા શિક્ષકમિત્રોની ડાયાબિટીસ ચેક-અપ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો.
 |
મનિષાબેન એસ. જાદવ આ.શિ. તરખંડા પ્રા.શાળા |
 |
કિરણસિંહ ચાવડા સી.આર.સી. કો.ઓર્ડીનેટર સી.આર.સી.તરખંડા |