માન.નિવાસી અધિક
કલેક્ટરશ્રી પંચમહાલ ગોધરાના આદેશ અને જિલ્લા પંચાયત કાર્યાલય (શિક્ષણ શાખા) ગોધરા
આયોજિત “શોધ બચાવ” તથા “પ્રાથમિક સારવાર” અંગેની તાલીમ તા. ૧૬/૧૦/૨૦૧૫ ના
રોજ હાલોલ બી.આર.સી. ભવન (તાલુકા પંચાયત હૉલ) ખાતે યોજવામાં આવી. જેમાં હાલોલ અને
જાંબુઘોડા તાલુકાના બી.આર.સી.કો.ઓર્ડીનેટર સાહેબ શ્રી તેમજ મોટાભાગના સી.આર.સી.
કો.ઓર્ડેનેટર અને એસ.એસ.એ(બી.આર.સી.)સ્ટાફ હાજર રહ્યા.
શોધ બચાવ અને પ્રાથમિક સારવાર વિશેની
તાલીમ પોરબંદરના ટ્રેઇનર શ્રી ત્રિલોકકુમાર નરેન્દ્રભાઇ ઠાકર તરફથી આપવામાં આવી.
જેમાં ત્રિલોકકુમાર ઠાકર દ્વારા આપત્તિ એટલે શુ?
આપત્તિ આવવાના કારણો અને તેના પ્રકાર વિશે સમજ આપવામાં આવી. આપત્તિથી બચાવ માટે
અગાઉ થી આયોજન અને પૂર્વતૈયારી જરૂરી બને છે. “આરામથી સૂવું
હોય તો આજે જાગી જાઓ” તે ઉક્તિ દ્વારા વિષય અને પ્રાયોગિક
તાલીમની શરૂઆત કરવામાં આવી. સમગ્ર તાલીમ દાર્શનિક(ડેમો) આધારિત હતી.
તાલીમની શરૂઆત તેમણે પ્રાથમિક સારવાર
અને હાથવગાં સાધનોના ઉપયોગ કરવાની રીતથી કરી. તેમાં તેમણે રૂમાલના અવનવા ઉપયોગ,પહેરણ જેમ કે સાડી,પેન્ટ પિન,ટાંકણી
વગેરેનો ઉપયોગ કઇ રીતે કરી શકાય તેની સમજ આપી. આપત્તિ સમયે દોરડાના અવનવા ઉપયોગ
અને તેના ઉપયોગ માટે કરવામાં આવતી વિવિધ નવ પ્રકારની ગાંઠ વિશેની ડેમો દ્વારા
વ્યક્તિગત સમજ આપવામાં આવી. આ ઉપરાંત અંધશ્રધ્ધા અને પ્રાચીન સમયના વ્યવહારું
નિયમો તેમજ પદાર્થોના ઉપયોગ અને રિવાજ, પ્રણાલી વગેરેની
વિજ્ઞાન સાથે જોડતી બાબતો વિશે સમજ આપવામાં આવી.
આ ઉપરાંત તેમની તાલીમ વિષય દરમિયાન મને ગમતી
બાબત એ લાગી કે “બ્લડ ગ્રુપ ડિરેક્ટરી” આપણા દરેકના મોબાઇલમાં ડિરેક્ટરીમાં જો નામ નંબરની સાથે જો બ્લડ ગ્રુપ
વિશેની માહિતી જોડવામાં આવે તો આકસ્મિક સમય દરમિયાન તાત્કાલિક સમય વેડફ્યા વગર
જરૂરતમંદને જરૂરી ગ્રુપનું લોહી પહોંચાડી શકાય.
તારબાદ ત્રિલોકકુમાર ઠાકરે સી.પી.આર
ટેકનિક વિશેની ડેમો(દાર્શનિક) દ્વારા સમજ આપી.જેમાં અમારા એસ.એસ.એ સ્ટાફના મેમ્બર
આઇ.ઇ.ડી. રિસોર્સ ટીચર શ્યામજીભાઇની મદદથી
સી.પી.આર પદ્ધતિ અને ચક્કર આવવાના સમયે પ્રાથમિક સારવાર કઇ રીતે આપવી તેની
સમજ આપવામાં આવી. ત્યારબાદ સાંધા તેમજ શરીરના દુ:ખાવા માટે વિવિધ પદ્ધતિઓ માટે
હાલોલ બી.આર.સી. કૉ.ઓર્ડીનેટર સાહેબ ઝેડ.એલ.પીરજાદા સાહેબની મદદથી પ્રાયોગિક સમજ
આપવામાં આવી.
ત્યારબાદ વધતા જતા
આત્મહત્યાના પ્રમાણ અને માનસિક ક્ષતિ-બીમારીઓને ધ્યામનાં લઇ ટ્રેઇનર સાહેબ શ્રી
ત્રિલોકકુમાર ઠાકર દ્વારા માનસિક સારવાર અને તેની પદ્ધતિઓ વિશેની સમજ આપવામાં આવી.
આગથી અકસ્માતો અને આગથી થતી
આત્મહત્યાઓ વિશે અને લેવાની કાળજી વિશે સમજ આપવામાં આવી. ઘરવપરાશમાં વપરાતા ગેસ
અને કેરોસીન થી કઇ રીતે કાળજી રાખવી તેની સમજ આપવામાં આવી. જેમાં નાની નાની બાબતો
જોડી રોજબરોજની અજાણ બાબતો વિશે માહિતગાર કરવામાં આવ્યા.
ફાયરસેફ્ટી અને તે માટે વપરાતા
અલગ અલગ એ.બી.સી.ડી.ઇ. પ્રકારના ફાયર એક્ઝિગ્યુટર વિશેની સમજ અને તેનો ક્યાં ઉપયોગ
કરી શકાય તેની સમજ આપી. શાળામં આપવામાં આવેલ ફાયર એક્ઝિગ્યુટર અને તેના પ્રકાર અને
ઉપયોગની માહિતી અપાવામં આવી.
ઝેર દ્વારા અકસ્માત વિશેની સમજ આપતાં
તેમણે જણાવ્યું હતું કે ઝેર શરીરમાં ત્રણ રીતે દાખલ થઇ શકે છે. જેમ કે શ્વાસ, મોં અને ઇન્જેક્ટ (એટલે કે સોય, મચ્છર, જંતુ, કૂતરો, પ્રાણી, ઝેરી જનાવર કરડવાથી) દ્વારા. અને આ માટે લેવામાં આવતી પ્રાથમિક સારવાર
અને અને દાક્તરી સારવાર વિશેની સમજ આપવામાં આવી.
ત્યારબાદ સ્વાદિષ્ટ અને
સુરૂચિ ભોજન લઇ આગ હોનારત અને તેના બચાવ માટે ઉપયોગમાં લેવાતા ફાયર બ્રિગેડના
વાહનો (લાયબંબા) અને તેમં વપરાતા વિવિધ ટુલ્સ વિશેની પ્રાયોગિક માહિતી આપવામાં
આવી. જેમાં હાલોલ નગરપાલિકાના હેડ ફાયરમેન કૃષ્ણપાલસિંહ મહેન્દ્રસિંહ પુવાર અને
તેમના સાથી મિત્ર દ્વારા ફાયર બ્રિગેડના વાહન ની પૂરી સમજ અને પાણીનો
પ્રવાહ-વપરાશ-પ્રમાણ અને દબાણ વિશેની સમજ આપવામાં આવી.જેમાં તાલીમાર્થીઓ દ્વારા
સૌપ્રથમવાર પાઇપ દ્વારા પાણીનો મારો ચલાવી પોતાની આ આપત્તિ બચાવ અને પ્રાથમિક
સારવારની અજાણતા અને જ્ઞાનના અધૂરપની આગ પર કાબૂ મેળવ્યાનો આનંદ લીધો હતો. આ ડેમો
દરમિયાન તાલીમાર્થીઓનો આનંદ સમાતો ન હતો જ્યારે તલીમ આપનાર મિત્રોનો ઉત્સાહ પણ
અનેરો હતો. અમારા આ ફાયર ડેમોનો લાભ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ પણ લેવાનો
ચૂક્યા ન હતા.
ખરેખર જીવનમાં સૌ પ્રથમ વખત આવી
જીવન જરૂરિયાતની તાલીમ મળ્યાનો અહેસાસ થયો. જે પોતાના માટે અને સમાજ માટે
ભવિષ્યમાં બહુ જ ઉપયોગી થઇ પડે તેમ છે. આ મટે અમે બી.આર.સી. કો. સાહેબ શ્રી હાલોલ, ટ્રેઇનર શ્રી ત્રિલોકકુમાર એન ઠાકર (પોરબંદર) અને માન.નિવાસી અધિક
કલેક્ટરશ્રી પંચમહાલ ગોધરા અને જિલ્લા પંચાયત કાર્યાલય (શિક્ષણ શાખા) ગોધરાનો આભાર
વ્યક્ત કરીએ છીએ અને આવી તાલીમ શાળાના શિક્ષકો માટે અને ગામના ઉત્સાહી યુવકો માટે
પણ ગોઠવાય તેવી આપના તરફથી આશા રાખીએ છીએ.
અંતે હાલોલ તાલુકાના ચાંપાનેર-પાવાગઢ
સી.આર.સી. કૉ.ઓર્ડીનેટર કમલેશભાઇ વરીઆ દ્વારા તાલીમ અને આકર્ષક તાલીમ પદ્ધતિ ને
અવનવા રમૂજી ટૂચકા બાબતે આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
Photography-crc tarkhanda
7575806165
No comments:
Post a Comment