કોવિડ-19 (કોરોના વાયરસ) ની વિશ્વવ્યાપી મહામારી દરમિયાન બાળકોનું શિક્ષણકાર્ય સતત ચાલુ રહે તે હેતુથી ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં બાયસેગ સુવિધા મારફત વંદે ગુજરાત ચેનલ દ્વારા અને ડી.ડી. ગિરનાર (ફ્રી ટુ એર દઇષ એન્ટેના) પર પણ શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે.
આ ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરેલ "ઘરે શીખીએ" વર્કબુક (ધોરણ 1 થી 8 માટે) પૂરી પાડવામાં આવેલ છે અને શાળા દ્વારા 13.06.2020 સુધીમાં બાળકો સુધી પહોંચી ગયેલ છે. તેમજ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પાઠ્યપુસ્તકો(ધોરણ 6 થી 8) ના શક્ય હોય તેટલા પહોંચાડવામાં આવ્યા છે.
તા.12.06.2020 ના રોજ માનનીય શિક્ષણ સચિવ સાહેબ, માન.સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબ શ્રી દ્વારા બાયસેગ પ્રસારણ મારફતે હોમ લાર્નિંગ બાબતે જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરવામાં આવ્યા. જેનો શિક્ષકમિત્રોએ લાભ લીધો.
navinagri pri.school |
આ ઉપરાંત સી.આર.સી. કક્ષાએ હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત બાળકોની પૂરતી માહિતી મેળવી શકાય અને બાયસેગ પ્રસારણ મારફત મળેલ સૂચન મુજબ ફોન કોન્ટેક્ટ કરવા માટે માહિતી પત્રક તૈયાર કરવામાં આવ્યા. અને બાળકોને ચેનલ અને શૈક્ષણિક કાર્યક્રમના સમયપત્રકની માહિતી મળે તે માટે જરૂરી જાહેરાત પત્રક પણ સોશિયલ નેટવર્ક મારફત આપવામાં આવ્યા.
વિદ્યાર્થીની માહિતી દર્શાવતું પત્રક