સી.આર.સી.તરખંડા શિક્ષક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સી.આર.સી.તરખંડા,તા.હાલોલ,જિ.પંચમહાલ,પિન.૩૮૯૩૫૦,કોન્ટેક્ટ નં. ૭૫૭૫૮૦૬૧૬૫, ઇમેઇલ:crc.pms.halol.tarkhanda@gmail.com

NEW UPDATE

સી.આર.સી. તરખંડાની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે




Saturday, 3 August 2019

SOFT MATERIAL CREATION WORKSHOP



GCERT ગાંધીનગર અને ડાયટ સંતરામપુર દ્વારા પ્રાથમિક શાળામાં ICT શિક્ષણ મળી રહે તે હેતુસર NCERT ના નવીન પાઠ્યપુસ્તક ધોરણ 4 પર્યાવરણ અને ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયનું સોફ્ટ મટેરિયલ ડેવલોપમેન્ટ અંતર્ગત એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તા.30.07.2019 થી 31.07.2019 સુધી દિન 2 માટે ગોધરા અંબાલી છત્રાલય ( બી.આર.સી. ભવન )  ખાતે આયોજન કરવામાં આવ્યું. જેનું સફળ સંચાલન ડાયટ સંતરામપુર સિનિયર લેક્ચરર શ્રી બી.એમ.સોલંકી સાહેબ દ્વારા કરવામાં આવ્યું. 
     આ તાલીમમાં તાલુકા દીઠ કમ્પ્યૂટર ના જાણકાર શિક્ષક અને સી.આર.સી. કો.ઓ. તેમજ વિષય જાણકાર શિક્ષકોને હાજર રહેવા હુકમ કરવામાં આવેલ હતા. જેમાંં સૌપ્રથમ વિષય જાણકાર શિક્ષકોની મદદથી હાર્ડકોપીમાં મટિરિયલ તૈયાર કરવામાં આવ્યુંં અને ત્યારબાદ કમ્પ્યૂટર જાણકાર સી.આર.સી.કો.ઓ. કે શિક્ષક મારફતે તેને વિડિયો, પ્રેઝન્ટેશન કે અન્ય રીતે સોફ્ટ્કોપી તૈયાર કરવામાં આવ્યું અને તેનું નિદર્શન જે તે તાલુકાની ટીમ દ્વારા તાલીમ વર્ગમાં કરવામાં આવ્યું. વર્કશોપમાં દર્શાવેલ વિષય અને ધોરણ મુજબ સોફ્ટ મટેરિયલ તૈયાર કરી આગામી દિવસોમાંં યોજાનાર  સદર વિષયોની શિક્ષક તાલીમમાં તેનો ઉપયોગ થનાર છે.   

TRAINING OF TEACHERS IN COMPUTER EDUCATION





તા. 25.07.2019 થી ત.27.07.2019 સુધી દિન ત્રણ માટે ORACLE કંપનીના અને ડૉ.વિક્રમ સારાભાઇ સારાભાઇ કમ્યુનિટી સાયન્સ સેન્ટરના માધ્યમથી  અને જી.સી.ઇ.આર.ટી. સંંલગ્ન અને ડાયટ સંતરામપુર મારફત આયોજિત તાલીમનું આયોજન શ્રી એમ જી શાહ હાઇસ્કૂલ,કાંંકણપુર ખાતે કરવામાં આવ્યુ. જેમાં ડૉ.વિક્રમ સારાભાઇ કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાંથી આવેલ તજજ્ઞશ્રીઓ દ્વારા ઓપનસોર્સ સોફ્ટવેર જે, કે TUX PAINT, SCRATCH 2, TURTLE ART, SPREADSHEET વિશે પ્રાયોગિક સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.






તેમજ તેનો શિક્ષણમાંં ઉપયોગ થઇ શકે છે તેની માહિતી અને માર્ગદર્શન આપવમાં આવ્યું. ડાયટ સિનયર લેક્ચરર શ્રી બી.એમ.સોલંકી સાહેબ દ્વારા  તાલીમનું સફળ સંચાલન કરવામાં આવ્યું.